Saurashtra News/ સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદથી PGVCLને નુકસાન,  13 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

સૌરાષ્ટ્રમાં અતિ વરસાદથી PGVCLને નુકસાન થયું છે. અત્યાર સુધી 12 સર્કલમાં 10000 ફીડર બંધ થયા અને હજી 218 ફીડર બંધ અન્ય ફીડર પૂર્વવત છે.

Top Stories Gujarat Others

Saurashtra News: સૌરાષ્ટ્રમાં અતિ વરસાદથી PGVCLને નુકસાન થયું છે. અત્યાર સુધી 12 સર્કલમાં 10000 ફીડર બંધ થયા અને હજી 218 ફીડર બંધ અન્ય ફીડર પૂર્વવત છે. વરસાદને પગલે 13 ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. તો બીજી બાજુ હાઈટેન્શન 35 કિમીની લાઈન પર રીપેરીંગ ચાલુ છે. 179 ટ્રાન્સફોર્મમાંથી 44 પેન્ડિંગ છે અન્ય કાર્યરત છે. 12 સર્કલમાં ટોટલ 750 ટીમ મેદાન પર છે. તેઓ કુલ 3500 જેટલાં અસરગ્રસ્ત વીજપોલમાં કામગીરી કરી રહ્યા છે.

સૌરાષ્ટ્ર સહિત સુરતમાં પણ વરસાદે તબાહી મચાવી છે. સુરતના સારોલી ગામમા વરસાદી પાણી ઘુસ્યા. સારોલી પોલીસ મથક સંપર્ક વિહોણું થયું. જયારે સણીયા હેમાદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. સણીયા હેમાદ ગામમાં છાતી સમા પાણી ભરાયા. ગામમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું. વરસાદી પાણીએ ભારે તારાજી સર્જતા ગામમાં જવાનો મુખ્ય માર્ગ બંધ થતા ગ્રામજનોને જીવનજરૂરીયાત વસ્તુઓ માટે મુશ્કેલી પડી રહી છે.

પોલીસ મથકના રોડ પર છાતી સમાં પાણી ભરાઈ ગયા અને રસ્તા પર વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકોને મુશ્કેલી થઈ રહી છે. રોડ પર એક બસ પણ ગઈ કાલથી ફસાઈ છે. ભારે વરસાદને પગલે સુરતની શાળાઓમાં પાણી ઘુસી ગયા છે. સ્કૂલમાં પાણી ઘુસી જતા સ્કૂલ બંધ કરાઈ છે. શહેરમાં વરસાદે આતંક મચાવતા લોકોને સલામત સ્થળે ખસવા માટે અપીલ કરવામાં આવી.

રાજ્યમાં ચોમાસું જામ્યુ છે. જૂનાગઢ, દ્વારકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી. ચુડામાં 3 ઈંચ અને થાનમાં 2 કલાકમાં 2 ઈંચ વરસાદ વરસ્યો. વરસાદને પગલે વાંસલ ડેમમાં 100% પાણીની આવક થઈ. જો કે ધોધમાર વરસાદના કારણે ખેતરોમાં ધોવાણ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. મૂળી, ચોટીલા, વઢવાણ સહિતમાં વરસાદ થતા જળાશયોમાં નવા નીરની આવક થઈ. વરસાદના આગમનથી કપાસ મગફળી જેવા પાકોને ફાયદો થશે તેમ ખેડૂતોનું માનવું છે.

વિપક્ષ નેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

રાજ્યમાં સર્વત્ર વરસાદના કહેરથી લોકો પરેશાન થયા છે. વિપક્ષ નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રીને પત્ર લખી રાજ્યમાં ભારે વરસાદથી અનેક વિસ્તારમાં નુકશાનને લઈને માહિતગાર કર્યા. આ પત્રમાં તેમણે લખ્યું કે અતિવૃષ્ટિને કારણે સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાણી ભરાયા છે તેમજ ચોમાસુ પાકમાં નુકશાન થયું હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. ખાસ કરીને મગફળી, કપાસ સહિતના પાકોને ભારે નુકસાન થયું છે. તેમજ વાવેતર કરેલ પાક નાશ પામતા ખેડૂતોને અસહ્ય નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. પાક નુકશાની અને જમીન ધોવાણનો સર્વે કરી સહાયની માંગ કરી છે. તેમજ ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન થયું હોય તેવા પરીવારોને કેશ ડોલ્સ ચુકવવા માંગ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજયમાં ચાંદીપુરા વાઇરસનો હાહાકાર, વાઈરસે 36 બાળકોના લીધો ભોગ

આ પણ વાંચો: અમદાવાદમાં અનેક જગ્યાએ લગાવાયા ઇમરજન્સી કોલબોક્સ

આ પણ વાંચો: ભૂટાનના રાજા અને વડાપ્રધાને CM ભુપેન્દ્ર પટેલ સાથે સ્નેહ ભોજન લીધું