National News/ PM આવાસ નજીક રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીનું ધરણું, PM મોદી અને અમિત શાહના રાજીનામાની માંગ

PM Modi Resignation Demand: દિલ્હીમાં પેપર લીક અને વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના નેતાઓ PM આવાસ નજીક ધરણા પર બેઠા. જાણો સમગ્ર ઘટનાક્રમ

Top Stories NATIONAL
PM Modi Resignation Demand: કોંગ્રેસનું PM આવાસ નજીક ધરણા

New Delhi News: દિલ્હીમાં પેપર લીકના મુદ્દા અને વિદ્યાર્થીઓ પર ( PM Modi Resignation Demand)  થયેલી પોલીસ કાર્યવાહીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના નેતા (Rahul Gandhi)  રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi0 વાડ્રા, પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિતના અનેક નેતાઓ વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ નજીક (Paper Leak Protest)  ધરણા પર બેઠા હતા. કોંગ્રેસે આ ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી છે.

PM આવાસ સુધી કાઢી પદયાત્રા

કોંગ્રેસના સાંસદો અને નેતાઓએ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાનેથી વડાપ્રધાનના ( PM Residence Protest) નિવાસ સુધી અંદાજે 7 કિલોમીટરની પદયાત્રા યોજી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને સમર્થકો પણ જોડાયા હતા.આ વિરોધ એવા સમયે થયો જ્યારે અગાઉ જંતર-મંતરથી સંસદ તરફ કૂચ કરી રહેલા વિદ્યાર્થીઓને પોલીસે રોક્યા હતા. આ દરમિયાન લાઠીચાર્જ અને ટીયર ગેસના ઉપયોગના અહેવાલો પણ સામે આવ્યા હતા.

ઘાયલ વિદ્યાર્થીઓની હોસ્પિટલમાં મુલાકાત

વિરોધ પ્રદર્શન દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીઓ( PM Modi Resignation Demand)  દિલ્હીની રામ મનોહર લોહિયા (RML) હોસ્પિટલ અને લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ છે.રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે.સી. વેણુગોપાલે હોસ્પિટલ પહોંચી વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની માહિતી મેળવી હતી. તેમણે ગંભીર રીતે ઘાયલ એક વિદ્યાર્થીનીના પરિવારજનો સાથે પણ મુલાકાત કરી હતી.

રાહુલ ગાંધીની સરકાર સામે ટીકા

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X અને પત્રકારો સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ ( PM Modi Resignation Demand)  આરોપ લગાવ્યો કે વિદ્યાર્થીઓ સાથે અત્યંત કઠોર વર્તન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે દેશના યુવાનોના ભવિષ્ય સાથે રમાઈ રહ્યું છે અને આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહે જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ.

પ્રિયંકા ગાંધીની શું હતી માંગ?

પ્રિયંકા ગાંધીએ જણાવ્યું કે કોંગ્રેસ સંસદમાં આ મુદ્દે ચર્ચા ઇચ્છે છે, પરંતુ વિપક્ષને પોતાની વાત રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવતી નથી. તેમણે વિદ્યાર્થીઓની માંગ સાંભળવાની અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામે જવાબદારી નક્કી કરવાની માંગ કરી.દિલ્હીમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન બાદ અનેક રાજકીય પક્ષોએ સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસ ઉપરાંત અન્ય કેટલાક વિપક્ષી પક્ષોએ પણ પેપર લીક અને વિદ્યાર્થીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહીની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.બીજી તરફ, અહેવાલો મુજબ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાએ હોસ્પિટલમાં ઘાયલ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી અને તેમના પ્રતિનિધિઓ સાથે ચર્ચા પણ કરી હતી.

સરકાર તરફથી સત્તાવાર પ્રતિક્રિયાની રાહ

કોંગ્રેસના ધરણા અને રાજીનામાની માંગ અંગે સરકાર તરફથી આ અહેવાલ લખાય ત્યાં સુધી કોઈ વિગતવાર સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. સમગ્ર મામલે આગળની રાજકીય અને કાનૂની પ્રક્રિયા પર સૌની નજર છે.


આ પણ વાંચો: દિલ્હી કૂચ પર ખેડૂતો અડગ: સરકાર સાથે ચર્ચા છતાં આંદોલન યથાવત, સરહદો પર હાઈ એલર્ટ

આ પણ વાંચો: ‘ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી આંદોલન ચાલુ રહેશે’: JP નડ્ડા સાથેની બેઠક બાદ CJPની જાહેરાત

આ પણ વાંચો: ‘વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કેમ?’ રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓ લોકસભા સ્પીકરને મળ્યા, ચર્ચાની માંગ