Gujarat Monsoon/ ગુજરાતમાં મેઘમહેર, સૌથી વધુ ગોધરામાં નોંધાયો:આગામી ત્રણ કલાક સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી

ચોમાસાને લઈને અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગામી  25  જૂનથી 30 જૂનસુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલે આગામી દિવસોમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Top Stories Gujarat Others

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગોધરા અને માતરમાં નોંધાયો છે. ગોધરા અને માતરમાં છેલ્લા 24 કલાકમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. ખેડાના માતર, રાજકોટના લોધીકામાં પોણા ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે વડોદરાના ડેસરમાં 3 ઈંચ વરસાદ પડ્યો હતો. બીજી બાજુ, રાજ્યના 12 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. સાથે જ રાજ્યના 23 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉપરાંત 44 તાલુકાઓમાં અડધો ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે.રાજ્યના હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે રાજ્યમાં અનેક જગ્યાએ વાતાવરણમાં પલટો આવ્યો હતો.રાજ્યમાં વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.

ડાંગ જિલ્લામાં વહેલી સવારથી કેટલાક વિસ્તારોમાં વાદળ છાયું વાતવરણ છવાયું હતું, વાતાવરણમાં આવેલા પલટાને કારણે ડાંગમાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું હતું, સાપુતારામાં પણ વરસાદી માહોલ છવાયો હતો, ધીમીધારે હળવો વરસાદ પડ્યો હતો, હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, આગહીને પગલે ડાંગના અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.

પંચમહાલ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ભારે ઉકળાટ બાદ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. પંચમહાલ જિલ્લામાં સતત ત્રણ કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે,મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

ભાવનગરના મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થયો છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ અને ગરમીના બફારા વચ્ચે વરસાદ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.સીઝનનો પહેલો વરસાદ સારો થયો હોવાથી ખેડુતોમાં પણ હર્ષ ઉલ્લાસ જોવા મળ્યો છે.

અમરેલી જિલ્લાના બગસરાના વાઘણીયા ગામ સહિત અનેક વિસ્તારમાં અનરાધાર વરસાદ પડવાના કારણે નદીઓ બે કાંઠે થઈ છે. તો ચેક ડેમ છલકાયા છે.સતત વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કુંકાવાવ નાજાપુરની મધ્યમાં આવેલ નદીમાં ઘોડાપુર આવ્યું છે.

આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, દીવ, દમણ દાદરા નગરહવેલીમાં વરસાદની આગાહી છે. સાથે જ આજે વલસાડ, દમણ, દાદરા નગરહવેલીમાં ભારે વરસાદ થઇ શકે છે.

ગીરસોમનાથના વેરાવળ, સૂત્રાપાડા, કોડીનાર સહિતના દરિયાકાંઠા ના વિસ્તારોમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે વાતાવારણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

ચોમાસાને લઈને અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે આગામી  25  જૂનથી 30 જૂનસુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલે આગામી દિવસોમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ભારે વરસાદથી ગુજરાતની મોટા ભાગની નદીઓમાં નવા નીર આવશે. 24 કલાકમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ચોમાસું સક્રિય થતાં બપોર બાદ ચોમાસાનો વિવિધત પ્રારંભ થઈ સકવાની આગાહી વ્યક્ત કરાઇ હતી.

આ પણ વાંચો:આયુર્વેદિકના નામે નશીલી દવાઓનું વેચાણ, ફૂડ અને ડ્રગ્સ અને આયુર્વેદિક વિભાગ ક્યારે લેશે પગલાં?

આ પણ વાંચો:સાબરમતી નદી પર બેરેજ કમ બ્રિજ બાંધવામાં આવશે

આ પણ વાંચો:વિદેશમાં રહેતા વધુ એક ગુજરાતી યુવકની હત્યા, અમદાવાદના હિરેન ગજેરાના અપહરણ બાદ હત્યા

આ પણ વાંચો:જૂનાગઢ જિલ્લાના યુવાને નાની ઉંમરમાં જ ગુજરાતનું નામ રોશન કર્યું, મળી ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટની પોસ્ટ