Gujarat Weather Update/ 4 સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ ભારે વરસાદની શક્યતા, દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ

ગુજરાત (Gujarat) માં ચાર હવામાનીય સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી.

Top Stories Gujarat
GUJARAT

Gujarat Weather Update: ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્ય પર એકસાથે ચાર હવામાનીય સિસ્ટમ સક્રિય થતાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ટ્રફ, બે સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાંથી લઈને ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

મધ્ય અને દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદનું જોર રહેવાની શક્યતા છે.

સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં રાજકોટ, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર તેમજ કચ્છ જિલ્લામાં પણ આગામી દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદી-નાળાઓમાં જળસ્તર વધવા અને વાહનચાલકોને સાવચેતી રાખવા અપીલ કરી છે. માછીમારોને દરિયો ન ખેડવાની તેમજ લોકોને જરૂરિયાત સિવાય બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.


આ પણ વાંચો : ગુજરાતમાં 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ, અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત, ખેડૂતોમાં ખુશી

આ પણ વાંચો : દેશભરમાં ચોમાસું સક્રિય: ઉત્તર પ્રદેશમાં વીજળી પડતાં 8ના મોત, દિલ્હી-NCRમાં વરસાદની એન્ટ્રી

આ પણ વાંચો : ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી