ગાંધીનગર/ બેરોજગાર વિદ્યાસહાયકોને ન્યાય આપો : સચિવાલયના ગેટ પર બેઠા ધરણા ઉપર

અસંતુષ્ટ વિધાસહાયકો હવે સચીવાયાલના ગેટ૧ ના રસ્તા ઉપર ધરણા સાથે બેસી ગયા છે. અને બેરોજગાર વિધાસહાયકોને ન્યાયની માંગ કરી રહ્યા છે. 

Top Stories Gujarat Others
  • વિદ્યાસહાયકો પહોંચ્યા સચિવાલય
  • ગેટ ન.1 પર રસ્તા પર બેઠા ધરણા પર
  • વિદ્યાસહાયકો ની જગ્યા માં વધારો કરો
  • સરકાર ના નિયમો નું પાલન કરો ની માંગ સાથે બેઠા ધરણા પર
  • બેરોજગાર વિદ્યાસહાયકો ને ન્યાય આપો

રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો થતા જનજીવન પાછું યથાવત થઇ રહ્યું છે. ત્યારે ફરીએક વાર સરકારની નીતિઓથી અસંતુષ્ટોનો ગાંધીનગરમાં જમાવડો થઇ રહ્યો છે. જેમાં હવે વિધા સહાયકની ભરતીમાં વધારો કરવાની માંગ સાથે વિધાસહાયકો દ્વારા પ્રદશન કરવામાં આવી રહ્યું છે. અગાઉ સોશિયલ મીડિયામાં ચાલુ કરવામાં આવેલું આ અભિયાન હવે ગાંધીનગર સચિવાલય સુધી પહોચ્યું છે. અસંતુષ્ટ વિધાસહાયકો હવે સચીવાયાલના ગેટ૧ ના રસ્તા ઉપર ધરણા સાથે બેસી ગયા છે. અને બેરોજગાર વિધાસહાયકોને ન્યાયની માંગ કરી રહ્યા છે.

છેલ્લા ઘણા દિવસથી ગાંધીનગર ખાતે ટેટ પાસ ઉમેદવારો વિધા સહાયકની ભરતીમાં વધારો કરવા બાબતે આંદોલન કરી રહ્યા છે. રાજ્યમાં વર્તમાન સમયે ટેટ પાસ દોઢ લાખથી વધુ યુવાન બેરોજગાર છે, જેથી વર્ષ 2021ના મહેકમ મુજબ ભરતી કરવા હાલ રાજ્યમાં પ્રાથમિક શાળાઓમા 18000 થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. RTE ACT મુજબ કુલ ખાલી જગ્યાના 60 % જગ્યાઓ સીધી ભરતીથી ભરવાનું ઠરાવ છે .3300 જગ્યાઓ કુલ જગ્યાઓની માત્ર 20 % જગ્યા છે. ટેટ પાસ બેરોજગાર ઉમેદવારએ આવેદનમાં જણાવ્યુ હતું કે, ધોરણ- 1 થી 8માં માત્ર 3300 જ વિદ્યા સહાયકની વર્ષ 2019ની જૂની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે.3300 જગ્યાઓ વર્ષ 2019ના મહેકમ મુજબ નક્કી કરવામાં આવેલ જગ્યાઓ છે.

જે ગુણવત્તા યુક્ત ટેટ પાસ શિક્ષકો અને વિધાર્થીઓ સાથે અન્યાય કરાઈ રહ્યો છે. વિદ્યા સહાયકોની જગ્યા ખૂબ જ ઓછી છે જેથી ચાલુ ભરતીમાં જગ્યામાં વધારો કરી ન્યાય આપવા માંગ છે.તેમ ટેટ પાસ ઉમેદવારોએ જણાવ્યુ હતું.

IPL 2022/ કોલકાતા અને પંજાબમાં સ્પર્ધા, રબાડાની વાપસી થઈ શકે છે, જાણો સંભવિત પ્લેઈંગ-11

Ukraine Crisis/ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ખાતરના ભાવ આસમાને, ભારત સહિત અનેક દેશોમાં ખાતરની અછત