ગોળીબાર/ અમેરિકાના વર્જિનિયામાં વોલમાર્ટ સ્ટોરમાં ફાયરિંગ, 10 લોકોના મોત,અનેક ઘાયલ

અમેરિકાના વર્જિનિયામાં વોલમાર્ટમાં મંગળવારે સામૂહિક ગોળીબારની ઘટના બની હતી. વોલમાર્ટ સ્ટોર પર મોડી રાત્રે થયેલા ફાયરિંગમાં 10 લોકોના મોત થયાના સમાચાર છે

Top Stories World
13 13 અમેરિકાના વર્જિનિયામાં વોલમાર્ટ સ્ટોરમાં ફાયરિંગ, 10 લોકોના મોત,અનેક ઘાયલ

અમેરિકાના વર્જિનિયામાં વોલમાર્ટમાં મંગળવારે  ગોળીબારની ઘટના બની હતી. વોલમાર્ટ સ્ટોર પર મોડી રાત્રે થયેલા ફાયરિંગમાં 10 લોકોના મોત થયાના સમાચાર છે. એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે સ્ટોરના એક મેનેજરે તેના સ્ટાફ પર ગોળીઓ ચલાવવાનું શરૂ કર્યું. બાદમાં તેણે પોતાને પણ ગોળી મારી લીધી હતી.

પોલીસ અધિકારી લીઓ કોસિન્સ્કીએ કહ્યું અમને વોલમાર્ટની અંદર હુમલાખોરની લાશ મળી છે. એક અઠવાડિયામાં ગોળીબારની આ બીજી ઘટના છે. આ પહેલા કોલોરાડોમાં એક ગે ક્લબમાં ગોળીબાર થયો હતો. જેમાં 5 લોકોના મોત થયા હતા.

પોલીસે જણાવ્યું હતું કે રાત્રે લગભગ 10 વાગ્યે ફાયરિંગની માહિતી મળી હતી. અમે તરત જ સ્થળ પર પહોંચી ગયા. ઘણા લોકો મૃત્યુ પામ્યા છે, ઘણા ઘાયલ થયા છે. અમે અત્યારે મૃતકોનો આંકડો કહી શકતા નથી. તપાસ બાદ જ કંઈક સામે આવશે. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અમે તેમની પૂછપરછ કરીશું.