લોકસભા ચૂંટણી 2024 ના પડઘમ વાગી ગયા છે અને પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થવાનુ્ં છે. ત્યારે જો તમે પ્રથમ વખત મતદાન કરવા જવાના છો કે તમે પહેલા પણ મતદાન કર્યુ છે, અને તમારે મતદાન યાદીમાં તમારૂ નામ જોવા ઇચ્છો છો. તો અમે તમારું કામ આસાન કરી દીધું છે.આપને જણાવી દઇએ કે તમે મતદાન યાદીમાં તમારુ નામ કઇ રીતે ચેક કરી શકો.
તમે મતદાન કરવા જાવ તે પહેલા તમે તમારૂ નામ મતદાન યાદીમાં ચેક કરી લો. ઘણી વાર બેદરકારીના કારણે મતદાનયાદીમાંથી નામ ગાયબ પણ થઇ જાય છે અને તમે આ મહત્વ પૂર્ણ અધિકારનો ઉપયોગ કરવાનું ચુકી જાવ છો. ઉદાહરણ તરીકે જો તમે એક શહેરમાંથી બીજા શહેરમાં રહેતા હોવ કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રહેતા હોવ ત્યારે મતદાનયાદીમાં તમારુ નામ અપડેટ કરાવો, અને અપડેટ થયેલી લીસ્ટને જોતા રહો. જો તમે આવુ નહી કરો તો તમારુ નામ તમારી વિધાનસભા કે લોકસભામાં નહી હોય .
મતદાનયાદીમાં કઇ રીતે નામ ચેક કરવું ?
તમે તમારૂ નામ મતદાનયાદીમાં ઓનલાઇન પ્રોસેસ દ્વારા ચેક કરી શકો છો. નામ ચેક કરવાની ઘણી રીત છે.
1 તમારુ નામ મતદાનયાદીમાં ચેક કરવા માટે ચૂંટણી પંચની વેબસાઇટ કે મતદાન હેલ્પલાઇન એપ પરથી મદદ લઇ શકો છો.
2 ચૂંટણી પંચની વેબસાઇટ પર તમે તમારી ચૂંટણી કાર્ડ દ્વારા અને તમારા મોબાઇ નંબર દ્વારા તમારી જાણકારી જેવી કે તમારી જન્મ તારીખ દ્વારા તમારુ નામ ચેક કરી શકો છો.
3 જો તમારી પાસે ચૂંટણી કાર્ડ છે તો તમારૂ કામ આસાનીથી થઇ શકે છે. ચૂંટણી કાર્ડના નંબર દ્વારા તમે તમારૂ નામ ચેક કરી શકો છો. જો તમે ચૂંટણી પંચની (EC) ની વેબસાઇટ પર તમારો ફોન નંબર રજીસ્ટર કર્યુ છે તો OTP દ્વારા તમે તમારૂ નામ ચેક કરી શકો છો.
આ પણ વાંચો:મમતાનો ચૂંટણી ઢંઢેરો, સીએએ રદ કરીશું અને એનઆરસી બંધ કરીશું, યુસીસી લાગું નહીં કરીએ
આ પણ વાંચો:ભાજપના ઉમેદવાર રવિ કિશન પર ગંભીર આરોપ લગાવનાર મહિલા વિરુદ્ધ FIR
આ પણ વાંચો:જલગાંવની કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 17 કામદારો ઘાયલ
આ પણ વાંચો:મહિલા કોન્સ્ટેબલ અને પુરુષ કોન્સ્ટેબલના શંકાસ્પદ અવસ્થામાં મળ્યા મૃતદેહ