ભાવ વધારો/ ફરી એકવાર મોંઘવારીથી ત્રસ્ત થશે જનતા, LPG સિલિન્ડરની કિંમતમાં થયો વધારો

દેશની જનતા ફરી એકવાર મોંઘવારીથી ત્રસ્ત થઈ ગઈ છે. દિવાળી પહેલા LPG પર મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો છે. LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં આજે 265 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

Top Stories Business
LPG સિલિન્ડર

દેશની જનતા ફરી એકવાર મોંઘવારીથી ત્રસ્ત થઈ ગઈ છે. દિવાળી પહેલા LPG પર મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો છે. LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં આજે 265 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. રાહતની વાત એ છે કે આ વધારો માત્ર કોમર્શિયલ સિલિન્ડરમાં જ થયો છે. ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો – પ્રમોશન / મુખ્યમંત્રીએ દિવાળીની આપી ભેટ, મામલતદારોની કરી પ્રમોશનની જાહેરાત,13 મામલતદારોને ડેપ્યુટી કલેકટરની બઢતી

આ વધારા બાદ હવે દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 2000 રૂપિયાને પાર કરી ગયો છે. પહેલા તે 1733 રૂપિયા હતો. મુંબઈમાં 1683 રૂપિયામાં મળતો 19 કિલોનો સિલિન્ડર હવે 1950 રૂપિયામાં મળશે. વળી, હવે કોલકાતામાં 19 કિલોનાં ઇન્ડેન ગેસ સિલિન્ડરની કિંમત 2073.50 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નાઈમાં હવે 19 કિલોનાં સિલિન્ડરની કિંમત 2133 રૂપિયા થશે. જો આપણે ઘરેલુ LPG સિલિન્ડરની વાત કરીએ તો તેમાં આજે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં 14.2 કિલો નોન-સબસિડીવાળો ગેસ સિલિન્ડર માત્ર 899.50 રૂપિયામાં ઉપલબ્ધ છે. આપને જણાવી દઈએ કે, 6 ઓક્ટોબરે તેની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. વળી, 1 ઓક્ટોબરનાં રોજ, માત્ર 19 કિલોનાં કોમર્શિયલ સિલિન્ડરનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. કોલકાતામાં 926 અને ચેન્નાઈમાં 14.2 કિગ્રા LPG સિલિન્ડર હજુ પણ 915.50 રૂપિયામાં ઉપલબ્ધ છે. ક્રૂડ ઓઈલની વધતી કિંમતોને જોતા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે આ વખતે LPG સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાને પાર થઈ જશે.

આ પણ વાંચો – છત્તીસગઢ / દંતેવાડામાં 3 મહિલા નકસલવાદી ઠાર,ત્રણેય પર પાંચ લાખનો ઇનામ જાહેર હતું

આ વર્ષે જાન્યુઆરીમાં દિલ્હીમાં LPG સિલિન્ડરની કિંમત 694 રૂપિયા હતી, જે ફેબ્રુઆરીમાં વધીને 719 રૂપિયા પ્રતિ સિલિન્ડર કરવામાં આવી હતી. 15 ફેબ્રુઆરીએ તેની કિંમત વધારીને 769 રૂપિયા કરવામાં આવી હતી. આ પછી 25 ફેબ્રુઆરીએ LPG સિલિન્ડરની કિંમત 794 રૂપિયા થઈ ગઈ હતી. માર્ચમાં LPG સિલિન્ડરની કિંમત 819 રૂપિયા થઈ ગઈ હતી. જુલાઈમાં 834.50 હતો, ત્યારબાદ 18 ઓગસ્ટે ભાવ રૂ. 25 વધીને રૂ. 859.50 થયો હતો. આ પછી 1 સપ્ટેમ્બરે તેમાં 25 રૂપિયાનો વધારો થયો અને ઓક્ટોબરમાં તે 15 રૂપિયા મોંઘો થયો.