Not Set/ સિક્કિમ : ચામલિંગ સિવાય તેમના પક્ષના તમામ ધારાસભ્યો આજે કેસરિયો ધારણ કરશે

સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગ સિવાય તેમની પાર્ટી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (એસડીએફ) ના તમામ ધારાસભ્યો આજે સિક્કિમમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાશે. ઉલ્લેખનીય છે કે આ વિધાનસભાની ચૂંટણીમાં 25 વર્ષથી સત્તામાં રહેલા પવન કુમાર ચમલિંગની પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી સિક્કિમ રિવોલ્યુશનરી ફ્રન્ટ (એસકેએમ) જીતી ગઈ હતી. ચામલિંગની […]

Top Stories India
cham2 સિક્કિમ : ચામલિંગ સિવાય તેમના પક્ષના તમામ ધારાસભ્યો આજે કેસરિયો ધારણ કરશે

સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન કુમાર ચામલિંગ સિવાય તેમની પાર્ટી સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ (એસડીએફ) ના તમામ ધારાસભ્યો આજે સિક્કિમમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માં જોડાશે.

cham સિક્કિમ : ચામલિંગ સિવાય તેમના પક્ષના તમામ ધારાસભ્યો આજે કેસરિયો ધારણ કરશે

ઉલ્લેખનીય છે કે આ વિધાનસભાની ચૂંટણીમાં 25 વર્ષથી સત્તામાં રહેલા પવન કુમાર ચમલિંગની પાર્ટીએ હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી સિક્કિમ રિવોલ્યુશનરી ફ્રન્ટ (એસકેએમ) જીતી ગઈ હતી.

ચામલિંગની એસડીએફ પાર્ટીએ 32 માંથી 15 બેઠકો જીતી હતી. જ્યારે 2013 માં અસ્તિત્વમાં આવેલા એસકેએમએ 17 બેઠકો જીતી લીધી છે. બહુમતી માટે ફક્ત 17 બેઠકોની જ જરૂર હતી.

cham1 સિક્કિમ : ચામલિંગ સિવાય તેમના પક્ષના તમામ ધારાસભ્યો આજે કેસરિયો ધારણ કરશે

રાષ્ટ્રીય પક્ષોની સ્થિતિ અહીં એટલી મજબૂત નથી. એસડીએફ નેતા પવનકુમાર ચમલિંગ 1994 થી રાજ્યના મુખ્ય પ્રધાન હતા.

ચામલિંગ પાંચ વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમની પાર્ટીની હારથી રાજ્યમાં 25 વર્ષનો તબક્કો પૂરો થયો છે. પરંતુ ચામલિંગે જે બે બેઠકો પર ચૂંટણી લડી હતી તે જીતી લીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચામલિંગે નામચિ સિંહ થાંગ અને પકલોક વિધાનસભા બેઠકો પરથી ચૂંટણી લડી હતી.

તેઓ નામચિ સિંહ થાંગ બેઠક પરથી  377 મતથી વિજયથી થયા હતા. પકલોક માંથી, તેમણે નજીકના હરીફ સિક્કિમ ક્રાંતિકારી મોરચાના ખડક બહાદુર રાયને 2,899 મતોથી હરાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.