Political/ હવે હાઈવે પર ઉતરી શકશે વાયુસેનાનાં ફાઇટર વિમાનો, રાજનાથ સિંહે કર્યુ ‘ઈમરજન્સી લેન્ડિંગ ફિલ્ડ’નું ઉદ્ઘાટન

માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે રાજસ્થાનનાં બાડમેરમાં નેશનલ હાઈવેનું ઉદ્ઘાટન કર્યું હતું,

Top Stories India
11 15 હવે હાઈવે પર ઉતરી શકશે વાયુસેનાનાં ફાઇટર વિમાનો, રાજનાથ સિંહે કર્યુ 'ઈમરજન્સી લેન્ડિંગ ફિલ્ડ'નું ઉદ્ઘાટન

દેશને પ્રથમ એવો નેશનલ હાઈવે મળ્યો જ્યાં વાયુસેનાનાં ફાઇટર વિમાનો પણ ઉતરાણ કરી શકશે. માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે રાજસ્થાનનાં બાડમેરમાં નેશનલ હાઈવેનું ઉદ્ઘાટન કર્યું હતું, બંને મંત્રીઓ આ રાજમાર્ગ પર એક જ વિમાનમાં ઉતર્યા હતા.

આ પણ વાંચો – તાનાશાહી શરૂ! / અફઘાનિસ્તાનમાં મહિલાઓનાં રમવા પર પ્રતિબંધ, તાલિબાન કેબિનેટે લીધો નિર્ણય

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આજે ​​રાજસ્થાનનાં બાડમેર નજીક NH-925A પર તૈયાર ઇમરજન્સી ઉતરાણ ફિલ્ડનું ઉદ્ઘાટન કર્યું. ઉદ્ઘાટન પ્રસંગે, હવાઈ દળનાં સુખોઈ અને કાર્ગો જહાજો પણ હાઈવે પર ઉતર્યા હતા. પાકિસ્તાનની સરહદ નજીક બનેલો આ હાઇવે વ્યૂહાત્મક દૃષ્ટિકોણથી ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. આ એર સ્ટ્રીપથી શરૂ કર્યા બાદ એરફોર્સને તેનાથી ઘણો ફાયદો થશે. NH-925 ભારતનો પ્રથમ નેશનલ હાઈવે છે, જેનો ઉપયોગ વાયુસેનાનાં વિમાનોની ઈમરજન્સી ઉતરાણ માટે કરવામાં આવશે. અધિકારીઓ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, ભારતીય વાયુસેના માટે ઇમરન્સી ઉતરાણ સુવિધાને ધ્યાનમાં રાખીને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 3 કિમી લાંબા NH-925A નાં સટ્ટા-ગંધવ સ્ટ્રેચ પર રનવે બનાવ્યો છે.

આ પ્રોજેક્ટ ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ગાગરિયા-બખાસર અને સટ્ટા-ગંધવ વિભાગનાં નવા વિકસિત ટૂ-લેન પેવ્ડ શોલ્ડરનો ભાગ છે જેની કુલ લંબાઈ 196.97 કિમી અને તેનો ખર્ચ 765.52 કરોડ રૂપિયા છે. ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન, ભારતીય વાયુસેનાનાં ફાઇટર વિમાન સુખોઈ Su-30 MKI સહિતનાં અનેક વિમાનો હાઇવે પર ઉતર્યા હતા. ઇમરજન્સી લેન્ડિંગ ફિલ્ડનાં ઉદ્ઘાટનનાં એક દિવસ પહેલા ભારતીય વાયુસેનાનાં ત્રણ ફાઇટર એરક્રાફ્ટને રિહર્સલ તરીકે ઉતારવામાં આવ્યા હતા. હર્ક્યુલિસ પ્લેનનું પ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ એરસ્ટ્રીપ પર કરવામાં આવ્યું હતું, ત્યારબાદ સુખોઇ, મિગ અને અગસ્તા હેલિકોપ્ટરથી લેન્ડિંગ પ્રેક્ટિસ કરવામાં આવી હતી.

આ પણ વાંચો – Political / PM મોદી બ્રિક્સ સમ્મેલનની કરશે અધ્યક્ષતા, અફઘાનિસ્તાનને લઇને ચર્ચાની સંભાવનાઓ

રાજસ્થાનનાં બાડમેર નજીક બનેલું આ ઇમરજન્સી લેન્ડિંગ ફિલ્ડ ભારત-પાકિસ્તાન સરહદથી માત્ર 40 કિલોમીટર દૂર છે. આ ક્ષેત્ર ભવિષ્યમાં કોઈપણ યુદ્ધ અથવા અન્ય જરૂરિયાતો માટે તૈયાર કરવામાં આવ્યું છે. અધિકારીએ કહ્યું કે, આ પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય સરહદ પર સ્થિત બાડમેર અને જાલોર જિલ્લાઓ વચ્ચેનાં ગામડાઓ વચ્ચે જોડાણમાં સુધારો લાવશે, તે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે તેમજ ભારતીય સેનાની તકેદારીને સરળ બનાવશે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય વાયુસેના દ્વારા નેશનલ હાઇવેનો ઇમરજન્સી લેન્ડિંગ માટે ઉપયોગ કરવામાં આવશે.