ધરતીકંપ/ મેક્સિકોમાં આવ્યો 7.1 તીવ્રતાનો ભૂકંપ, લોકો ભયથી રસ્તે દોડી આવ્યા

દક્ષિણ મેક્સિકોમાં ભૂકંપનાં તીવ્ર આંચકા અનુભવાયા છે. આ આંચકો એટલો જોરદાર હતો કે મેક્સિકો સિટીની ઇમારતો ધ્રુજવા લાગી હતી. લોકો ભયથી ઘરની બહાર નીકળી આવ્યા હતા.

Top Stories World
1 157 મેક્સિકોમાં આવ્યો 7.1 તીવ્રતાનો ભૂકંપ, લોકો ભયથી રસ્તે દોડી આવ્યા

દક્ષિણ મેક્સિકોમાં ભૂકંપનાં તીવ્ર આંચકા અનુભવાયા છે. આ આંચકો એટલો જોરદાર હતો કે મેક્સિકો સિટીની ઇમારતો ધ્રુજવા લાગી હતી. લોકો ભયથી ઘરની બહાર નીકળી આવ્યા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.9 માપવામાં આવી હતી. જોકે, બાદમાં ભૂકંપની તીવ્રતા વધુ હોવાનું કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો – New Record / આ સાઇકલિસ્ટે 8 દિવસમાં કાશ્મીરથી કન્યાકુમારીનું અંતર કાપી Guinness Book માં નોંધાવ્યું નામ

આપને જણાવી દઇએ કે, ભૂકંપની તીવ્રતા 7.1 માપવામાં આવી હતી. નેશનલ સિસ્મોલોજિકલ સર્વિસ કહે છે કે, જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે રાજધાનીમાં સેંકડો કિલોમીટર દૂર ઇમારતો ધ્રુજતી જોવા મળી હતી. ભૂકંપને કારણે સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર ગુરેરો રાજ્યમાં અકાપુલ્કોનાં બીચ રિસોર્ટથી 14 કિમી (9 માઇલ) દક્ષિણપૂર્વમાં હતું. ભૂકંપ પછી, રહેવાસીઓ અને પ્રવાસીઓને ઘરો અને હોટલમાંથી બહાર કાઠવામાં આવ્યા હતા અને ખુલ્લા રસ્તામાં મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો – અફઘાનિસ્તાન સંકટ / તાબિલાનનાં ચીન સાથે કેવા રહેશે સંબંધ, જાણો અમેરિકન રાષ્ટ્રપતિએ શું કહ્યુ?

ભૂકંપશાસ્ત્રીઓનું કહેવું છે કે, દક્ષિણ મેક્સિકોમાં એકાપુલ્કોમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ એટલો જોરદાર હતો કે તેણે મેક્સિકો સિટીની ઇમારતોને હચમચાવી દીધી હતી. જો કે હજુ સુધી કોઈ જાનહાની થઈ હોવાના સમાચાર સામે આવ્યા નથી. ભૂકંપથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવાનું બાકી છે. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ ભૂકંપની પ્રારંભિક તીવ્રતા 7.1 આપી હતી, જે અગાઉનાં 7.4 ના અંદાજથી નીચે છે. તે સપાટીથી લગભગ 12 કિલોમીટર નીચે ત્રાટક્યું હતુ, જેનાથી તે ખૂબ જ છીછરો ભૂકંપ બની ગયો. અગાઉ જૂન 2020 માં, મેક્સિકોમાં ભૂકંપનાં તીવ્ર આંચકા આવ્યા હતા, જેમાં લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. તેમજ 30 થી વધુ ઇમારતોને નુકસાન થયું હતું. આ ભૂકંપની તીવ્રતા પણ રિક્ટર સ્કેલ પર 7.4 માપવામાં આવી હતી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…