સાઇકલિસ્ટ આદિલ તેલીએ કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સૌથી ઝડપી સાયકલ યાત્રાનો રેકોર્ડ તોડ્યો છે. આદિલ દાવો કરે છે કે તેણે આ યાત્રા 22 માર્ચે શરૂ કરી હતી અને 6 મહિનાથી ઓછા સમયમાં 7 સપ્ટેમ્બરે મંજીલને સ્પર્શ કર્યો હતો. આદિલ કહે છે કે, સાયકલ યાત્રા શરૂ કરતા પહેલા તેણે અમૃતસરમાં 6 મહિનાની તાલીમ લીધી હતી, જેનાથી તેને ઘણો ફાયદો થયો. જોકે, તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે તેમનો ઉદ્દેશ માત્ર રેકોર્ડ બનાવવાનો નહોતો.
આ પણ વાંચો – સિરાજુદ્દીન હક્કા / અમેરિકાએ જે આતંકવાદીને મોસ્ટ વોન્ટેડ જાહેર કર્યો છે તે જ બન્યો અફધાનિસ્તાનનો નવો ગૃહમંત્રી
કહેવાય છે કે કોઈ કામ કરવાનો જુસ્સો હોય તો મંજીલ એક સમયે મળી જ જાય છે. આવો મળીએ આવા જ એક પ્રખર વ્યક્તિત્વને જેમણે પોતાનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાવ્યું છે. આદિલ તેલી એ નામ છે જેણે માત્ર 8 દિવસ, એક કલાક અને 37 મિનિટમાં સાઇકલ દ્વારા 3,600 કિમીનું અંતર કાપી ગિનિસ બુકમાં પોતાનું નામ નોંધાવી દીધુ છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી સૌથી ઝડપી સાઇકલિંગથી પહોંચનાર વ્યક્તિ આદિલ બની ગયા છે. તેમણે આ વર્ષે 22 માર્ચે સવારે 7.30 વાગ્યે શ્રીનગરનાં લાલ ચોક ખાતેનાં પ્રતિષ્ઠિત ઘંટા ઘરથી પોતાની યાત્રા શરૂ કરી હતી અને 30 માર્ચે સવારે 9 વાગ્યે કન્યાકુમારી પહોંચ્યા હતા. આ રીતે તેમણે પોતાનું નામ ગિનિસ બુકમાં નોંધાવ્યું છે.
https://twitter.com/ANI/status/1435410018959040512?s=20
આ પણ વાંચો – રાજકોટ / સમગ્ર ગુજરાતનાં નાટય મંચન તરીકે જાણીતા એવા હેમુગઢવી નાટ્યગૃહમાં આવી સુવિધાઓ ઉભી કરાઈ
23 વર્ષીય આદિલે સાયકલ ચલાવવી એ તેમનો જુસ્સો કેવી રીતે બન્યો તે વિશે જણાવ્યું હતું કે, વર્ષ 2013 માં મેં પ્રથમ વખત સાયકલિંગમાં રાષ્ટ્રીય સ્તરે જમ્મુ અને કાશ્મીરનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે પછી, સાઇકલિંગમાં મારો રસ વધતો ગયો. તેમણે કહ્યું કે, મેં સાયકલિંગને મારો વ્યવસાય બનાવવાનો સંકલ્પ કર્યો હતો. જો કે, ઘણી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી પડકારોનો પણ સામનો કરવો પડ્યો હતો. તેમને ખબર હતી કે આ હાંસલ કરવા માટે ઘણી મહેનત કરવી પડશે. 2013 થી, હું રાષ્ટ્રીય અને વરિષ્ઠ રાષ્ટ્રીય સ્તરે જમ્મુ અને કાશ્મીરનું પ્રતિનિધિત્વ કરું છું. મેં ત્રણ વર્ષથી કાશ્મીર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું છે. જણાવી દઇએ કે, વર્ષ 2019 માં, આદિલે નોન-સ્ટોપ સાઇકલિંગ ઇવેન્ટમાં ભાગ લીધો હતો જ્યાં તેણે શ્રીનગરથી લેહ વચ્ચે સાઇકલ ચલાવી અને 26 કલાકમાં 40 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આદિલે જણાવ્યું હતું કે, આ ઘટનાએ તેને રમતગમતની પ્રવૃત્તિઓમાં તેની ક્ષમતાઓને સાકાર કરવા માટે પ્રેરણા આપી હતી.
