Not Set/ દારૂ વગર ચૂંટણી જીતી શકાતી નથી : ભાજપના સાંસદે વહેચ્યું જ્ઞાન

હંમેશાં વિવાદોથી ઘેરાયેલા રહેતા એવા ભાજપનાં સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું વધુ એક વિવાદીત નિવેદન સામે આવ્યું છે. જેમાં પંચમહાલનાં સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, વાઈન વગર ચૂંટણી જીતાતી નથી. પણ મેં દારૂ જોયો નથી. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ પ્રભાતસિંહ ચૌહાણે આ જ રીતે વિવાદીત નિવેદન આપતા કહ્યું હતું કે, આગામી લોકસભાની […]

Top Stories Gujarat

હંમેશાં વિવાદોથી ઘેરાયેલા રહેતા એવા ભાજપનાં સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું વધુ એક વિવાદીત નિવેદન સામે આવ્યું છે. જેમાં પંચમહાલનાં સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, વાઈન વગર ચૂંટણી જીતાતી નથી. પણ મેં દારૂ જોયો નથી.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ પ્રભાતસિંહ ચૌહાણે આ જ રીતે વિવાદીત નિવેદન આપતા કહ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર મારી સામે નહીં હોય અને વર્ષ 2019, 2025, 2030નાં સાંસદ સભ્ય તરીકે હું જ સભ્ય રહીશ અને રહેવાનો છું. 2019ની લોકસભાની ચૂંટણીમાં મારી ટિકિટ કાપનાર કોઈ જન્મ્યો જ નથી

આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, ભલે મારી ઉમર 77 વર્ષની હોય પણ હું આગામી 3 ટર્મ સુધી લોકસભાની ચુંટણી લડવાનો છું. પંચમહાલ જીલ્લામાં મને કોઈ હરાવી શકે તેમ નથી.