Harni Boat Accident/ હરણી બોટ દુર્ઘટનાની તપાસ SITને સોંપાઈ, સમગ્ર વિગતો બાદ પગલાં લેવાશે

હરણી બોટ દુર્ઘટનાની તપાસ માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે SITની રચના કરી છે.  7 પોલીસ અધિકારીઓને આ ટીમમાં સમાવેશ કરાયો છે. આ ગંભીર દુર્ઘટના થયા અંગે નિષ્પક્ષ અને સચોટ તપાસ માટે…

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 19T150816.370 હરણી બોટ દુર્ઘટનાની તપાસ SITને સોંપાઈ, સમગ્ર વિગતો બાદ પગલાં લેવાશે

Vadodara News: હરણી બોટ દુર્ઘટનાની તપાસ માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે SITની રચના કરી છે.  7 પોલીસ અધિકારીઓને આ ટીમમાં સમાવેશ કરાયો છે. આ ગંભીર દુર્ઘટના થયા અંગે નિષ્પક્ષ અને સચોટ તપાસ માટે SITની રચના કરી છે. આ પહેલા હરણી પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી હતી જે હવે સીટને સોંપવામાં આવી છે. અધિક પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં દુર્ઘટનાની તપાસ થશે.

કયા પોલીસ અધિકારીઓનો સમાવેશ કરાયો છે.

SIT ટીમના સભ્યો

  1. ટીમમાં અધિક પોલીસ કમિશ્નર મનોજ નિનામા- અધ્યક્ષ
  2. ડીસીપી ઝોન 4 પન્ના મોમાયા- સુપરવિઝન અધિકારી
  3. ડીસીપી ક્રાઈમ યુવરાજસિંહ જાડેજા- સુપરવિઝન અધિકારી
  4. ACP ક્રાઇમ એચ એ રાઠોડ – તપાસ અધિકારી
  5. હરણી PI – સી બી ટંડેલ – સભ્ય
  6. ક્રાઇમ બ્રાન્ચ PI – એમ એફ ચૌધરી – સભ્ય
  7. ક્રાઈમ બ્રાન્ચ PSI પી એમ ધાકડા – સભ્ય

DEOનું નિવેદન

વધુમાં, વડોદરા હરણી તળાવ દુર્ઘટના તપાસમાં જીલ્લા શિક્ષણાધિકારી, સંસ્થાના આચાર્ય સહિતનાને તેડુ અપાયું છે. આ મામલે DEO આર.આર. વ્યાસનું એક નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે પ્રવાસ માટે કચેરીની મંજૂરી મેળવી નહોતી. જો મંજૂરી મેળવી હોય તો કાગળ રજૂ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. પ્રવાસ માટે કયા શિક્ષકને ઈન્ચાર્જ બનાવ્યા હતા, વગેરેની માહિતી શાળા સંચાલકો પાસેથી માંગી છે.

આ મુદ્દે માગણીઓ ઉઠી રહી છે કે શાળાઓ બંધ કરવામાં આવે. તે મુદ્દે ડીઈઓનું નિવેદન સામે આવ્યું છે કે સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણે છે તેથી શાળાની માન્યતા રદ કરવી એ ઉચિત નથી. સમગ્ર મામલાની તપાસ બાદ નિર્ણય લેવામાં આવશે.

હરણી બોટની કરૂણ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર બાળકો અને શિક્ષકોના આજે અંતિમ સંસ્કાર થશે. આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો 18 જાન્યુઆરીના રોજ શહેરના પ્રખ્યાત હરણી તળાવ પર પિકનિક મનાવી રહ્યા હતા. તળાવમાં બોટિંગની પણ સુવિધા હોવાથી બાળકોને રાઈડ સવારી કરવામાં આવી હતી. બાળકો બોટિંગનો આનંદ લઈ રહ્યા હતા ત્યારે વધુ વજનના કારણે અચાનક બોટ પલટી ખાઈ જતા બાળકો દુર્ઘટનાનો શિકાર બન્યા. અહેવાલ મુજબ બાળકો અને શિક્ષકોએ લાઈફ જેકેટ પહેર્યું ન હોવાથી દુર્ઘટના સર્જાઈ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:power theft/જામનગર ગ્રામ્ય પંથકમાં વીજ ચેકિંગ યથાવત્, રૂપિયા 50 લાખથી વધુની વીજ ચોરી પકડાઈ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ આંદોલન/ હાર્દિક પટેલ નિર્દોષ જાહેર, જાણો શા માટે તેની વિરૂદ્ધ કેસ દાખલ કરાયો હતો