PARTY/ પાર્ટીપ્રેમીઓની પહેલી પસંદ રાજસ્થાન, શું 31મી પહેલા ગુજરાતીઓથી ઉભરાશે..!!

પાર્ટીપ્રેમીઓની પહેલી પસંદ રાજસ્થાન, શું 31મી પહેલા ગુજરાતીઓથી ઉભરાશે..!!

Top Stories Business
KEVADIYA SAFARI પાર્ક 42 પાર્ટીપ્રેમીઓની પહેલી પસંદ રાજસ્થાન, શું 31મી પહેલા ગુજરાતીઓથી ઉભરાશે..!!

@માનસી પટેલ, મંતવ્ય ન્યૂઝ અમદાવાદ 

કોરોના કાળમાં તહેવારો પર જાણે બ્રેક વાગી ગઈ છે. કાળમૂખા કોરોનાએ જાણે માનવજાતની સાથે તહેવારોનો પણ દુશ્મન બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. માર્ચ મહિનાથી કોઇ તહેવારની ઉજવણી કરવામાં આવી નથી. તેમાંય હવે ગોઝારા વર્ષ 2020ના છેલ્લા દિવસને પણ કોરોનાનું મોટું ગ્રહણ લાગતા 31મી ડિસેમ્બરના વિશેષ આયોજકોને પણ મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. જેમાં ડીજે અને ટૂર ઓપરેટર સહિત હોટેલ ઇન્ડસ્ટ્રીઝને મોટો ફટકો પડ્યો છે.

  • હવે 31મી ડિસેમ્બરની ઉજવણી કરતા આયોજકોને અસર
  • કોરોનાએ આયોજકનો પહોંચાડ્યો મરણતોલ ફટકો

છેલ્લા કેટલાક વર્ષોથી 31 ડિસેમ્બરની ઉજવણીનો ટ્રેન્ડ યંગસ્ટર થી માંડીને મોટી ઉંમરના લોકોમાં પણ જોવા મળ્યો છે. જેમાં 31 ડિસેમ્બરની પાર્ટીઓ કરી ઉજવણી કરવી એક ઉજવણીનો ભાગ બની ગયો છે. ડીસેમ્બર માસ આવે એટલે પાર્ટી રસિકો પાર્ટીના આયોજનમાં લાગી જતા હોય છે અને આખા મહિના દરમિયાન આ વર્ષની ઉજવણી કેવી રીતે કરવી તેની તૈયારીઓ કરતા હોય છે પરંતુ કોરોના ગ્રહણના કારણે પાર્ટી રસિકોના ઉત્સાહ પર સરકારે બ્રેક મારી દીધી છે અને રાજ્યના તમામ મહા નગરોમાં લગાવવામાં આવેલા રાત્રી કર્ફ્યું નહિ હટાવવા સરકારે જાહેરાત કરી દીધી છે ત્યારે તેની સીધી અસર વર્ષના છેલ્લા દિવસે યોજાતી પાર્ટીઓ પર પડી છે.

  • પાર્ટીઓ રસિયાઓએ અન્ય રાજ્યોમાં દોડાવી નજર
  • રાજસ્થાન છે પાર્ટીપ્રેમીઓની પહેલી પસંદ
  • 31મી પહેલા રાજસ્થાનના સ્થળો ગુજરાતીઓથી ઉભરાશે

હવે પાર્ટી રસિયાઓ હવે ગુજરાતની નજીકના રાજ્યો તરફ મીટ માંડી છે અને ત્યાં પાર્ટીનું આયોજન કરવા વિચારી રહ્યા છે તો આયોજકો પણ અન્ય રાજ્યમાં પાર્ટી માટે આયોજન શરુ કરી દીધું છે જેમાં સૌથી હોટ ફેવરીટ જગ્યા અત્યારે આબુ, ઉદયપુર, જયપુર, ગોવા, જેસલમેર છે. અમદાવાદ એક પાર્ટી માં અંદાજે ૧૦ હાજર જેટલા યુવાઓ હિસ્સો લેતા હોય છે. જયારે શહેરભરમાં ૨.૫ લાખ લોકો ૩૧ ડીસેમ્બરની ઉજવણી કરતા હોય છે.

  • પોતાના વિહિકલ સાથે જવા માગતા લોકો
  • ટૂર ઓપરેટરને પણ પડી રહ્યો છે ફટકો
  • ફ્લાઇટના ભાડા ઓછા, છતાં નહીંવત જેવું બુકિંગ
  • ટુરિઝમ બિઝનેસ પર પણ કોરોનાનો કાળ

 બીજી તરફ ટુર ઓપરેટર કહી રહ્યા છે કે જેટલા પ્રમાણમાં જોઈએ એટલું બુકિંગ મળ્યું નથી કોરોના ના કારણે લોકો જતા ડરી રહ્યા છે. સામાન્ય રીતે ડીસેમ્બર માસમાં ગોવા, મુંબઈ, જયપુર, ઉદેપુર, જેસલમેર, આબુ સહિતના વિસ્તાર માટે બુકિંગ મળતું હોય છે પરંતુ આ વખતે કોરોનાના કારણે બુકિંગ મળ્યું નથી. ગત સીઝન કરતા આ વખતે હોટેલના ફ્લાઈટ ના ભાડા પણ ૩૩ ટકા જેટલા જ છે તો પણ લોકો બુકિંગ નથી કરાવી રહ્યા.

 ડર કે આગે જીત ક્યારે ?

વર્ષ 2020એ તો અનેક ખરાબ યાદો છોડી દીધી છે પરંતુ આશા રાખીએ આવનારું નવું વર્ષ 2021 સુખદ યાદો સાથે શરૂ થાય તેવું સામાન્ય નાગરિકની સાથે તમામ વ્યવસાયિકો ઇચ્છી રહ્યા છે.

Kutchh / ગામડાઓના વિકાસ પર મૂકાઇ રહ્યો છે ભાર, મોટી ભુજપર વિકાસનું છે…

Covid-19 / અમદાવાદ સિવિલ હોસ્પીટલનો સ્ટાફ કોરોના સાથે અન્ય વિવિધ મોરચે …

Politics / ક્યારે જાહેર થશે પ્રદેશ ભાજપની ટીમ..?…

Pakistan / અબકી બાર, પાકિસ્તાન મેં મહેંગી સરકાર, રોજિંદી વસ્તુઓના ભાવમા…

Bardoli / ફ્લાય ઓવર બ્રિજની માંગણી નહી સ્વીકાર્ય તો હવે આ ગામના લોકો ક…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…