Politics/ ક્યારે જાહેર થશે પ્રદેશ ભાજપની ટીમ..?

પ્રદેશ ભાજપની ટીમ હવે માર્ચમાં, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ કરાશે જાહેરાત

Top Stories Gujarat Others
@સોનલ અનડકટ, અમદાવાદ

એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે બીજી બાજુ પ્રદેશ ભાજપની નવી ટીમ જાહેર થવાની રાહ જાેવાઈ રહી છે. જાેકે હવે વધુ એક વખત ટીમ પાટીલની જાહેરાત પાછી ઠેલાઈ છે અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ફેબ્રુઆરીમાં પુરી થયા બાદ માર્ચમાં ટીમ પાટીલની જાહેરાત થાય તેવી સંભાવના છે.
Surat unit to welcome BJP state chief Paatil home with a car rally | India News,The Indian Express
સી. આર. પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા તે પહેલાથી એટલે કે પૂર્વ અધ્યક્ષ જીતુ વાઘાણીના સમયથી પ્રદેશ ભાજપનું નવુ માળખુ જાહેર થશે તેવી રાહ જેાવાઈ રહી છે. લાંબા સમયથી આ જાહેરાત બાકી છે અને વર્તમાન માળખુ લાંબા સમયથી અસ્તિત્વમાં છે. ત્યારે પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત વધુ એક વખત પાછી ઠેલાઈ છે.
CR Patil meets PM Narendra Modi, HM Amit Shah in Delhi; yesterday he had called on Keshubhai Patel | DeshGujarat
જ્યારે સી. આર. પાટીલ પ્રમુખ બન્યા ત્યારે જ અનુમાન લગાવાઈ રહ્યુ હતુ કે તેઓે બહુ જ ઝડપથી તેમની નવી ટીમ જાહેર કરી દેશે. નવી ટીમની જાહેરાતની સંભાવનાને પગલે કેટલાક નામ પણ પ્રદેશના માળખા માટે ચર્ચામાં ચાલી રહ્યા છે. સંગઠનમાં નિમણુક મળી શકે તેવા નામોમાં સૌરાષ્ટ્રમાંથી ગોરધન ઝડફીયા અને ધનસુખ ભંડેરી, ઉત્તર ગુજરામાંથી શંકર ચૌધરી અને રજની પટેલ, દક્ષિણ ગુજરાતમાંથી હર્ષ સંઘવી,  અને મધ્ય ગુજરાતમાંથી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને ભાર્ગવ ભટ્ટના નામ આગળ ચાલી રહ્યા છે.
એક અનુમાન મુજબ ચાર મુખ્ય મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ માટે સી. આર. પાટીલ પ્રદેશ કક્ષાએથી અલગથી નિમણુક આપીને હવાલો સોપો તેવી પણ એક શક્યતા વર્તાઈ રહી છે. જાેકે હવે તો ચૂંટણીઓના પડઘમ શાંત થયા બાદ માર્ચમાં જ નવુ સંગઠન જાહેર થાય તેવી શક્યતા છે.

રાજકોટ / રાજકોટમાં ફાયરસેફ્ટી વિભાગ લાલઘૂમ, એનોસી રીન્યુ કરાવવા આ 20 …

Pakistan / અબકી બાર, પાકિસ્તાન મેં મહેંગી સરકાર, રોજિંદી વસ્તુઓના ભાવમા…

Bardoli / ફ્લાય ઓવર બ્રિજની માંગણી નહી સ્વીકાર્ય તો હવે આ ગામના લોકો ક…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…