Not Set/ રેલ્વે ટ્રેક પરથી 4 ક્રૂડ બોમ્બ મળ્યાં – વિરોધ કે વિરોધની આડમાં આતંકી કૃત્યો

વિરોધ કે પછી વિરોધની આડમાં આતંકી કૃત્યો, તે હાલ દેશ માટે સૌથી મોટો સવાલ છે. ઠેર ઠેર કોઇને કોઇ બાબતોને લઇને દેશભરમાં પાછલા લાંબા સમયથી વિરોધો યોજવામાં આવી રહ્યા છે. અને હાલ સહિત પૂર્વે યોજવામાં આવેલા તમામ વિરોધો જે આરંભે શાંતિપૂર્ણ વિરોધો હોય છે, તે અંતે હિંસક વિરોધમાં બદલાતા જોવામાં આવ્યા છે. તે વિરોધો ભલે […]

Top Stories India
bomb રેલ્વે ટ્રેક પરથી 4 ક્રૂડ બોમ્બ મળ્યાં - વિરોધ કે વિરોધની આડમાં આતંકી કૃત્યો

વિરોધ કે પછી વિરોધની આડમાં આતંકી કૃત્યો, તે હાલ દેશ માટે સૌથી મોટો સવાલ છે. ઠેર ઠેર કોઇને કોઇ બાબતોને લઇને દેશભરમાં પાછલા લાંબા સમયથી વિરોધો યોજવામાં આવી રહ્યા છે. અને હાલ સહિત પૂર્વે યોજવામાં આવેલા તમામ વિરોધો જે આરંભે શાંતિપૂર્ણ વિરોધો હોય છે, તે અંતે હિંસક વિરોધમાં બદલાતા જોવામાં આવ્યા છે. તે વિરોધો ભલે ગમે તે હોય, ભલે તે CAAનો વિરોધ હોય, NRCનો વિરોધ હોય, NPRનો વિરોધ હોય કે JNUમાં થયેલા હુમલાનો વિરોધ હોય.

વિરોધ જ્યારે હિંસાત્મક સ્વરૂપો ધારણ કરે છે ત્યારે ટોળા દ્વારા દેશની જ લાખો કરોડોની સંપતિને નુકસાન પહોંચાડવામાં આવે છે. દેશમાં એક રીતે અશાંતિ ફેલાવતા આ ટોળાને પોતાનો મગજ તો હોતો જ નથી અને મહદ અંશે આ વાત સાબિત પણ થઇ છે કે ટોળાને દિમાગ હોતો નથી, તો સાથે સાથે આ વાત પણ એટલી જ સત્ય છે કે 100 કે 200 લોકોનાં ટોળામાંથી ગણ્યાગાંઠીયા લોકોને જ ખબર હોય છે કે વિરોધ થઇ કઇ બાબતનો રહ્યો છે. બાકીનાં તો ગાડરીયા પ્રવાહમાં જ વહેતા હોય છે.

આ તમામ દશ્યો આમ જોતા થોડા સમય પહેલાનાં કાશ્મીરની યાદ તાજી કરાવે છે. કોઇ કારણ હોય કે ન હોય, અમુક ગણ્યાગાંઠીયા લોકો દ્વારા ઉશ્કેરણી કરવામાં આવતા ટોળા હાથમાં પથ્થર લઇને રોડ પર આવી જાય છે. કાશ્મીર મામલે તો તે વાત પણ સાબિત થયેલી છે કે આતંકીઓ યુવકોને પથ્થર મારો કરવાનાં પૈસા આપતા હતા. તો શું આ આતંકી કૃત્યનું હિંસક મોડલ હવે જાણે અજાણે દેશભરમાં તો લાગુ નથી થઇ રહ્યું ને ?

વિરોધની આડમાં હિંસક દેખાવોનો સહારો લઇને દેશમાં શાંતિ ડહોળવી અને વૈમાનસ્ય ફેલાવવા જેવા આતંકી કૃત્યો કરવામાં આવી રહ્યા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે, પં.બંગાળનાં ઉત્તર 24 પરગણા જીલ્લામાંથી. જી હા, પોલીસે પશ્ચિમ બંગાળ: ઉત્તર 24 પરગણાનાં હૃદયપુર સ્ટેશન નજીક રેલ્વે ટ્રેક પરથી પોલીસે 4 ક્રૂડ બોમ્બ ઝડપ્યા છે. જો કે, રાહતની વાતએ છે કે, બોમ્બ ફાટતા પહેલા ઝડપાઇ ગયા છે. જો ફાડ્યા હોત તો ટ્રેનમાં સવાર હજારો લોકોની શું હાલત થઇ હોત તે વિચાર માંગીલેતી વાત છે.

અને અંતે મહત્વ પૂર્ણ બાબત એ પણ હોત કે બોમ્બ પ્લાન્ટ કરનાર કોણ હતુંં અને તેનો હેતું શું હતો. આ વિરોધ હોત કે આતંકવાદ ?

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.