Not Set/ ભારતના ઇતિહાસનો સૌથી મોટો દંડ, અમદાવાદ RTO એ ફટકાર્યો 27.68 લાખનો દંડ

અમદાવાદ RTO-પોલીસે ફટકાર્યો ભારતનો સૌથી મોટો દંડ કાર ચાલક પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ નહોતા પોલીસે ફટકાર્યો 27 લાખ 68 હજારનો દંડ લક્ઝુરિયસ કારને 45 દિવસ પહેલા કરી હતી ડીટેન નિયમ ભંગ કરવા બદલ ફટકાર્યો આકરો દંડ ભારતના ઇતિહાસનો સૌથી મોટો દંડ મોટર વિહિકલ એક્ટ હેઠળ અમદાવાદ પોલીસ અને આરટીઓ કચેરીએ ફટકાર્યો છે. દોઢ મહિના અગાઉ […]

Ahmedabad Gujarat
porche ભારતના ઇતિહાસનો સૌથી મોટો દંડ, અમદાવાદ RTO એ ફટકાર્યો 27.68 લાખનો દંડ
  • અમદાવાદ RTO-પોલીસે ફટકાર્યો ભારતનો સૌથી મોટો દંડ
  • કાર ચાલક પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ પણ નહોતા
  • પોલીસે ફટકાર્યો 27 લાખ 68 હજારનો દંડ
  • લક્ઝુરિયસ કારને 45 દિવસ પહેલા કરી હતી ડીટેન
  • નિયમ ભંગ કરવા બદલ ફટકાર્યો આકરો દંડ

ભારતના ઇતિહાસનો સૌથી મોટો દંડ મોટર વિહિકલ એક્ટ હેઠળ અમદાવાદ પોલીસ અને આરટીઓ કચેરીએ ફટકાર્યો છે. દોઢ મહિના અગાઉ અમદાવાદ પોલીસના પીએસઆઇ એમબી વિરજાએ હેલમેટ ચાર રસ્તા પાસે પોર્શ ગાડી નંબર પ્લેટ ન હોવાને કારણે પકડી હતી. જ્યાં કાર ચાલક ડોક્યુમેન્ટ્સ આપવામાં નિષ્ફળ રહેતા ડિટેન કારને આરટીઓના હવાલે કરવામં આવી હતી.

અમદાવાદ/ પોલીસે સ્પોર્ટ્સ કારને પકડી ફટકાર્યો અત્યાર સુધીનો સૌથી મોટો દંડ

જેથી આરટીઓએ આખરે કારચાલકને જરૂરી ડોક્યુમેન્ટ્સ પ્રોવાઇડ ન કરવાને પગલે 27 લાખ 68 હજારનો દંડ ફટકાર્યો છે. ભારતના ઇતિહાસનો આ સૌથી મોટો દંડ હોવાનું અમદાવાદ પોલીસે પોતાના ટ્વિટર હેન્ડલ પરથી જણાવ્યું છે. નવા મોટર વિહિકલ એક્ટના અમલ બાદ દંડની રકમમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે અને જેથી ચાલકોને જંગી દંડ ભરવા પડી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.