Not Set/ ભલે શપથ ગ્રહણમાં પાકને આમંત્રણ નથી, પરંતુ જુન મહિનામાં મળશે મોદી અને ઇમરાન!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનથી જૂન મહિનામાં થનારી શંધાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ની બેઠકમાં થઇ શકે છે. અહેવાલો મુજબ, 13-14 જૂન, કિર્ગિસ્તાનના બિસ્કેકમાં  થનારી બેઠકમાં બંને નેતાઓ સામેલ થશે. આવામાં બંને નેતાઓની મુલાકાત સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. કિર્ગિસ્તાનમાં થનારી એસસીઓની બેઠકમાં પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ […]

Top Stories India
HFFKSDJ 6 ભલે શપથ ગ્રહણમાં પાકને આમંત્રણ નથી, પરંતુ જુન મહિનામાં મળશે મોદી અને ઇમરાન!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનથી જૂન મહિનામાં થનારી શંધાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ની બેઠકમાં થઇ શકે છે. અહેવાલો મુજબ, 13-14 જૂન, કિર્ગિસ્તાનના બિસ્કેકમાં  થનારી બેઠકમાં બંને નેતાઓ સામેલ થશે. આવામાં બંને નેતાઓની મુલાકાત સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

કિર્ગિસ્તાનમાં થનારી એસસીઓની બેઠકમાં પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સાથે પણ મુલાકાત કરશે. જો કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની સાથે મુલાકાતને લઈને શંકા વ્યક્ત કરવામ,અ અવી રહી છે. કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે બંને પક્ષોના અધિકારીઓના પડદા પાછળ મુલાકાતના એજન્ડા નક્કી કરવા પર ચર્ચા કરી રહ્યા છે.

હજુ સુધી બંને દેશોની તરફથી સત્તાવાર પુષ્ટિ કરવામાં અવી નથી, પરંતુ ગયા અઠવાડિયે બિસ્કેકમાં સમિટથી પહેલા થયેલ બેઠકમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજની પાકિસ્તાનની સમકક્ષ શાહ મહમુદ કુરૈશીની મુલાકાત તેની પૃષ્ઠભૂમિ તૈયાર કરી દીધી છે.

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને નરેન્દ્ર મોદીને લોકસભાની ચૂંટણીઓના અંતિમ પરિણામ જાહેર થયા પહેલા જ જીત માટે સુભેચ્છા પાઠવી હતી. તેમ છતાં તેમને શપથ ગ્રહણ સમારોહમાં ન બોલાવીને ભારતને આતંકવાદ પર સખત સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.

ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં ઇમરાન ખાન પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા. ત્યાર બાદથી મોદી અને ઇમરાનની એક પણ વાર મુલાકાત થઇ નથી. ગયા 10 મહિનામાં બંને નેતાઓની ફક્ત બે વાર ટેલિફોન પર વાત થઇ હતી અને તે પણ એકબીજાને ચૂંટણીમાં જીતની સુભેચ્છા પાઠવા માટે. ઇમરાન ખાને રવિવારે પીએમ મોદીને જીતની શુભેચ્છા આપતા વાતચીત આગળ વધારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમુદ કુરૈશીએ ઇમરાનને આમંત્રણ ના મળ્યા પર કહ્યું કે મોદીની ચૂંટણી અભિયાન પાકિસ્તાન વિરોધી જ હતું તેથી તે આશા રાખવી  મૂર્ખાઈ હશે કે તે જલ્દીથી આ પાક વિરોધી રાગથી ઝડપથી છૂટકારો મેળવી શકશે.મળશે.

આ વખતે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં બિમ્સટેક દેશોને આમંત્રિત કર્યા છે. મોદીના પહેલા કાર્યકાળમાં સાર્ક દેશોને બોલાવવામાં આવ્યા હતા. જેમાં પાકિસ્તાન પણ સામેલ હતું. 2014 માં પાકિસ્તાનના તત્કાલીન પ્રધાનમંત્રી નવાજ શરીફ શપથ ગ્રહણ સમારોહ સામેલ થયા હતા.

પાકિસ્તાન ભારત સાથે વાતચીત કરવા માટે બધા પ્રયાસો કરી રહ્યું છે. ઇસ્લામાબાદે ભારતના અનુરોધ પર વિદેશમંત્રી સુષમા સ્વરાજના વિમાનને પોતાની એરસ્પેસથી ઉડાનની પરવાનગી આપી હતી, જ્યારે બાલાકોટ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનને ભારતીય વિમાનો માટે પોતાના એયરસ્પેસ બંધ કરી રાખ્યું છે.