Not Set/ સતત પાંચમાં દિવસે દેશમાં કોરોનાનાં કેસ 40 હજારને પાર, 541 દર્દીઓનાં થયા મોત

દેશમાં કોરોનાની બીજી લહેર ભલેે શાંત થઇ ગઇ છે. પરંતુ હવે દેશમાં દૈનિક કેસોમાં ધીમી ગતિએ વધારો થયો છે. ખાસ કરીને કેરળમાં દેશમાં નોંધાતા કોરોનાનાં કેસનાં 50 ટકા કેસ સામે આવી રહ્યા છેે.

Top Stories Trending
ત્રીજી લહેર બાળકો

દેશમાં કોરોનાની બીજી લહેર ભલેે શાંત થઇ ગઇ છે. પરંતુ હવે દેશમાં દૈનિક કેસોમાં ધીમી ગતિએ વધારો થયો છે. ખાસ કરીને કેરળમાં દેશમાં નોંધાતા કોરોનાનાં કેસનાં 50 ટકા કેસ સામે આવી રહ્યા છેે, જે પણ એક ચિંતાનો વિષય છે. જણાવી દઇએ કે, દેશભરમાં કોરોના વાયરસના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે અને આ રોગચાળાથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.

11 10 સતત પાંચમાં દિવસે દેશમાં કોરોનાનાં કેસ 40 હજારને પાર, 541 દર્દીઓનાં થયા મોત

આ પણ વાંચો – Tokyo Olympic 2021 / બોક્સિંગમાં ભારતને વધુ એક ઝટકો, સતીશ કુમારને ક્વાર્ટર ફાઇનલમાં મળી હાર

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19 નાં 41,831 નવા કેસો આવવાથી, ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 3,16,55,824 થઈ ગઈ છે, જ્યારે દેશમાં વેક્સિન લેનારા લોકોની સંખ્યા 47 કરોડને વટાવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે અપડેટ કરેલા ડેટામાં આ માહિતી આપી. દેશમાં સંક્રમણનાં કારણે વધુ 541 લોકોનાં મોતનાં કારણે મૃત્યુઆંક વધીને 4,24,351 થઈ ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા સવારે 8 વાગ્યા સુધી અપડેટ કરેલા ડેટા અનુસાર, દેશમાં સારવાર હેઠળ દર્દીઓની સંખ્યામાં સતત પાંચમાં દિવસે વધારો થયો છે.

આ પણ વાંચો –રાજકારણ / ભાજપનાં મંત્રીએ લોકોને ચિકન, મટન અને માછલીથી વધુ બીફ ખાવાની આપી સલાહ

આ રોગની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીને 4,10,952 થઈ ગઈ છે જે સંક્રમણનાં કુલ કેસોનાં 1.30 ટકા છે. કોવિડ-19 માંથી રિકવરીનો રાષ્ટ્રીય દર 97.36 ટકા છે. ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 નાં દર્દીઓમાં 2,032 નો વધારો થયો છે. દૈનિક સંક્રમણનો દર 2.34 ટકા છે. સાપ્તાહિક સંક્રમણનો દર 2.42 ટકા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, શનિવારે 17,89,472 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જે દેશમાં અત્યાર સુધીમાં કરવામાં આવેલા COVID-19 ટેસ્ટિંગની કુલ સંખ્યા 46,82,16,510 પર પહોંચી ગયું છે.

11 11 સતત પાંચમાં દિવસે દેશમાં કોરોનાનાં કેસ 40 હજારને પાર, 541 દર્દીઓનાં થયા મોત

આ પણ વાંચો – બ્રેકિંગ ન્યુઝ /  વેપારીઓ-સંસ્થાઓના કર્મચારીઓ માટે ફરજિયાત વેકસીનેશનની મર્યાદા ૧પમી ઓગસ્ટ સુધી લંબાવાઈ

આ રોગમાંથી ઠીક થયેલા લોકોની સંખ્યા વધીને 3,08,20,521 થઈ ગઈ છે જ્યારે મૃત્યુ દર 1.34 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં એન્ટિ-કોવિડ-19 વેક્સિનનાં 47.02 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં ગયા વર્ષે 7 ઓગસ્ટનાં રોજ સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ થઈ ગઈ હતી. વળી, સંક્રમણનાં કુલ કેસો 16 મી સપ્ટેમ્બરે 50 લાખ, 28 મી સપ્ટેમ્બરે 60 લાખ, 11 મી ઓક્ટોબરે 70 લાખ, 29 મી ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને વટાવી ગયા છે. દેશમાં, આ કેસ 19 ડિસેમ્બરે એક કરોડને પાર, 4 મેનાં રોજ બે કરોડ અને 23 જૂને ત્રણ કરોડને પાર કરી ગયા હતા.