New Delhi/ PM મોદીની ‘મન કી બાત’ શરૂ, આત્મનિર્ભર ભારતને જોઇને થાય છે ગર્વ

પીએમ મોદીએ ટ્વિટર પર લોકોને આ એપિસોડ માટે વિવિધ વિષયો પણ પૂછ્યા હતા.

Top Stories
Untitled 38 PM મોદીની 'મન કી બાત' શરૂ, આત્મનિર્ભર ભારતને જોઇને થાય છે ગર્વ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ શરૂઆત કરી છે. તેમના આ માસિક કાર્યક્રમ ‘મન કી બાત’માં જળ સંરક્ષણનો સંદેશ આપ્યો છે. તેમણે માઘ મેળાથી પોતાના માસિક કાર્યક્રમ મન કી બાતની શરૂઆત કરી અને કહ્યું કે હવે ઉનાળાના દિવસો શરૂ થવા જઇ રહ્યા છે. તેથી,જળ બચાવવાની આ યોગ્ય તક છે.

આ તેનો માસિક કાર્યક્રમ છે જે મહિનાના છેલ્લા રવિવારના રોજ સવારે આકાશવાણી પર પ્રસારિત થાય છે. આજે તેમના લોકપ્રિય કાર્યક્રમની 74મી આવૃત્તિ છે. આ મહિનાની શરૂઆતમાં પીએમ મોદીએ ટ્વિટર પર લોકોને આ એપિસોડ માટે વિવિધ વિષયો પણ પૂછ્યા હતા.

પીએમ મોદીએ આગામી પરીક્ષા અંગે પણ ચર્ચા કરી અને વિદ્યાર્થીઓના મનોબળને વધાર્યું હતું. તેમણે શિક્ષકો અને વિદ્યાર્થીઓને માય ગાવ પોર્ટલનો સંપર્ક કરવાની સલાહ આપી અને કહ્યું કે પરીક્ષાની ટીપ્સ ત્યાં આપવામાં આવી છે. તમારે લાભ લેવો જોઈએ.

પીએમ મોદીએ પોતાના આ કાર્યક્રમમાં સંસ્કૃતની,બે ઓડિયોક્લીપ સંભળાવી જેમાં એક ટુરિસ્ટ સંસ્કૃતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે દર્શકોને જણાવે છે. બીજી ઓડિયોક્લીપમાં એક વ્યક્તિ ક્રિકેટની કોમેન્ટ્રી સંસ્કૃતમાં કરી રહ્યો છે. તે વ્યક્તિ વારાણસીના સંસ્કૃત કેન્દ્રથી છે. પીએમ જણાવ્યું હતું કે ક્રીકેટ સાથે સાથે બીજી રમતની કોમેન્ટ્રી પણ સંસ્કૃતમાં થવી જોઈએ. તેના માટે તે રમત મંત્રણા અને ખાનગી ક્ષેત્રની પણ ભાગીદારીની અપીલ કરી.

સંત રવિદાસનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, “યુવાનો કોઈ પણ કામ કરવા માટે જૂની રીતનો ઉપયોગ કરવા માટે બંધાયેલા નથી, તેમણે જણાવ્યું હતું કે, આજે પણ સંત રવિદાસજીના શબ્દો, તેમનું જ્ઞાન આપણું માર્ગદર્શન બને છે. તેમણે કહ્યું કે, સંત રવિદાસે કહ્યું હતું કે અમે બધા જ આપણે બધા એક જ માટીના બનેલા છીએ, બધાને એક જ ભગવાને બનાવ્યા છે, વધુમાં પીએમએ કહ્યું હતું કે તે મારા સૌભાગ્યની વાત છે કે હું સંત રવિદાસના જન્મસ્થળ વારાણસીસાથે જોડાયેલો છું. સંત રવિદાસજીની જીવનની આધ્યાત્મિક ઉંચાઈ અને તેમની ઉર્જાને તેમના તે તીર્થસ્થાન પર અનુભવ્યું છે.”

તેમણે કહ્યું, “माघे निमग्ना: सलिले सुशीते, विमुक्तपापा: त्रिदिवम् प्रयान्ति” એટલે કે માઘ મહિનામાં કોઈ પણ પવિત્ર જળાશયમાં સ્નાન કરવું તેને પવિત્ર માનવામાં આવે છે. વિશ્વના દરેક સમાજમાં, નદી સાથે અનેક પરંપરાઓ સંકળાયેલી છે. નદી કાંઠે પણ ઘણી સંસ્કૃતિઓ વિકસિત થઈ છે. કારણ કે આપણી સંસ્કૃતિ હજારો વર્ષ જૂની છે, તેથી આપણે અહી તેનું વિસ્તરણ વધુ થાય છે.

વડા પ્રધાને કહ્યું કે ભારતમાં બનાવેલા કપડાં ભારતના પ્રતિભાશાળી કારીગરો દ્વારા બનાવવામાં આવ્યા છે. હસ્તકલાનો સામાન, ભારતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો, ભારતના મોબાઇલ, દરેક ક્ષેત્રેમાં આપણે આપણું ગૌરવ વધારવું જોઈએ. તેમણે કહ્યું કે આપણે આપણી આ જ વિચારસરણી સાથે આગળ વધીશું, ત્યારે જ આપણે સાચા અર્થમાં આત્મનિર્ભર બનીશું. પીએમ મોદીએ કહ્યું હતું કે” જ્યારે આકાશમાં આપણે આપણું ફાઈટર પ્લેન તેજસને જોઈએ છીએ  ત્યારે ભારતમાં બનેલી ટેન્કો, ભારતમાં બનેલી મિસાઇલો, આપણા ગૌરવમાં વધારો કરે છે, જ્યારે આપણે સમૃદ્ધ દેશોમાં મેટ્રો ટ્રેનમાં મેડ ઇન ઇન્ડિયા જોઈએ છીએ, “જ્યારે આપણે મેડ ઇન ઈન્ડિયાની કોરોના રસીને ઘણા દેશોમાં પહોંચતા જોઈએ છીએ ત્યારે આપણું માથું ગર્વથી ઊંચું થઇ જાય છે” વધુમાં પીએમ મોદીએ કહ્યું હતું કે આત્મનિર્ભર ભારતનો આ મંત્ર દેશના ગામડાઓ સુધી પહોચાડવાનો છે.

પીએમ મોદીએ કહ્યું કે જ્યારે દેશનો દરેક નાગરિક તેમના જીવનમાં, દરેક ક્ષેત્રમાં વિજ્ઞાનનો વિકાસ દરેક ક્ષેત્રમાં કરશે તો પ્રગતિનો રસ્તો ખુલશે અને દેશ પણ આત્મનિર્ભર બનશે. અને હું માનું છું કે, આ દેશનો દરેક નાગરિક તે કરી શકે છે. મન કી બાત કાર્યક્રમમાં વડા પ્રધાને કહ્યું કે, હું એમ પણ કહીશ કે આત્મનિર્ભરતાની પહેલી શરત છે કે  આપણા દેશની વસ્તુઓ પર ગર્વ લેવો, આપણા દેશના લોકો દ્વારા બનાવેલી ચીજો પર ગર્વ લેવો. જ્યારે દરેક દેશવાસી ગૌરવ કરે છે, દરેક દેશવાસી જોડાય છે, ત્યારે આત્મનિર્ભર ભારત માત્ર આર્થિક અભિયાન ના રહેતા રાષ્ટ્રીય ભાવના બની જાય છે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે હૈદરાબાદન ચિંતલા વિકટા રેડ્ડી જી, જેમણે ઘઉં, ચોખા જેવી જાતો વિકસાવી છે જેમાં વિટામિન-ડી છે. વડા પ્રધાને કહ્યું કે લદ્દાખના અર્જેન ફુત્સુગ જી ઓર્ગેનિક ઉપાયથી લગભગ 20 જેટલા પાકની ખેતી કરી રહ્યા છે, જેથી તેઓ એક પાકના કચરાનો ઉપયોગ બીજા પાકમાં પણ ખાતર તરીકે કરી શકે છે. ગુજરાતની વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે ગુજરાતના પાટણ જિલ્લામાં, કામરાજભાઇ ચૌધરીએ ઘરે સહજનના બીજ વિકસિત કર્યા છે.

સાયન્સ ડે નિમિત્તે આત્મનિર્ભર ઝુંબેશનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે ‘આત્મનિર્ભર ભારત અભિયાન’માં વિજ્ઞાનની શક્તિનો ઘણો મોટો ફાળો છે. આપણે ‘લેબ ટુ લેન્ડ’ ના મંત્ર સાથે આગળ વધવાનું છે. તેમણે જણાવ્યું કે આ મહિને તેમને World Intellectual Property Organization, જિનીવા તરફથી પેટન્ટ પણ મળી ગયું છે. સરકારનું સૌભાગ્ય છે કે ગયા વર્ષે વેંકટ રેડ્ડીજીને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.