Not Set/ હું કોઈ વિરોધી ચળવળને નકારતો નથી પણ ભાજપ હંમેશા હકારાત્મકતાની વોટ બેંક આપી છે અને બનાવી છે : અમિત શાહ

ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસાર માટે અલગ અલગ સમીકરણો અપનાવવામાં આવી રહ્યા છે. છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતમાં સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાનો ગઢ બચાવવા માટે તમામ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત અમિત શાહે એક અંગ્રેજી અખબાર સાથેની ખાસ […]

Top Stories
amit shah હું કોઈ વિરોધી ચળવળને નકારતો નથી પણ ભાજપ હંમેશા હકારાત્મકતાની વોટ બેંક આપી છે અને બનાવી છે : અમિત શાહ

ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસાર માટે અલગ અલગ સમીકરણો અપનાવવામાં આવી રહ્યા છે. છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતમાં સત્તા પર રહેલી ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાનો ગઢ બચાવવા માટે તમામ પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત અમિત શાહે એક અંગ્રેજી અખબાર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, “હું કોઈ વિરોધી ચળવળને નકારતો નથી પણ ભાજપ હંમેશા હકારાત્મકતાની વોટ બેંક આપી છે અને બનાવી છ. તેમજ ભાજપ આ ચુંટણીમાં ૧૮૨ બેઠકમાંથી ૧૫૦ થી વધુ બેઠક જીતશે તેવો ઉલ્લેખ કર્યો હતો”.

કોંગ્રસ દ્વારા મળી રહેલા પ્રતિકાર સામે જવાબ આપતા તેઓએ જણાવ્યું, આ પહેલા પણ વિપક્ષ દ્વારા મજબુત પ્રતિકાર મળશે એવી ધારણાઓ છે પણ ભૂતકાળમાં ભાજપે ત્રણ-ચતુર્થાંશ બહુમતી સાથે વિજય મેળવ્યો છે. ગુજરાતનાં લોકોએ ૧૯૯૫ થી ભાજપને ટેકો આપ્યો છે. હું વિકાસના એજન્ડાને આગળ વધારવામાં મદદ કરવા તેમજ પક્ષના વિશ્વાસને સમર્થન આપવા રાજ્યના લોકોની મદદ માગું છું.

કોંગ્રેસ દ્વારા જ્ઞાતિવાદ અંગે જણાવતા અમિત શાહે કહ્યું, કોંગ્રેસએ ગુજરાતમાં જાતિવાદનું રાજકારણ લાદવાનો પ્રયાસ કર્યો છે અને તેમણે ભૂતકાળમાં પણ કર્યું છે. ખેમ (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ) થિયરી કોંગ્રેસ દ્વારા રજૂ કરવામાં આવી હતી, જેના કારણે રાજ્યના લોકોએ વર્ષો સુધી સહન કર્યું. ઘણી જાતિ  વચ્ચે જૂથ અથડામણો થયા, કર્ફ્યુ થયા તો કેટલાકે પોતાના જોવ પણ ગુમાવ્યા હતા.