Not Set/ વેસ્ટ વોટરની ટેંક સાફ કરતા 5 મજૂરોના મોત, પરિવારમાં કલ્પાંત

ખાત્રજ GIDC ખાતે પ્લોટ નં. ૧૦ ખાતે આવેલા ફાર્મા કંપનીના વેસ્ટ વોટર ટેંક સાફ કરવા ઉતરેલા પાંચ મજૂરોના મોત નીપજ્યા છે.

Top Stories Gujarat Others
whatsappweb 1 વેસ્ટ વોટરની ટેંક સાફ કરતા 5 મજૂરોના મોત, પરિવારમાં કલ્પાંત

ગાંધીનગર જીલ્લાના ખાત્રજ GIDC ખાતે એક કેમિકલ કંપનીમાં મોટી દુર્ઘટના બની છે. અહીં કામ કરતા પાંચ મજુરોના મોત નીપજ્યા છે. આજે ભાઈબીજના તહેવારના દિવસે આ ગોજારી ઘટના સામે આવી છે. પાંચેય મજુરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. અને ગાંધીનગર ફાયર વિભાગે બચાવ કામગીરી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ખાત્રજ GIDC ખાતે પ્લોટ નં. ૧૦ ખાતે આવેલા ફાર્મા કંપનીના વેસ્ટ વોટર ટેંક સાફ કરવા ઉતરેલા પાંચ મજૂરોના મોત નીપજ્યા છે. પાંચેય મજૂરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. વેસ્ટ વોટરની ટેંકમાં ઝેરી ગેસની અસરના કારણે પાંચેય મજૂરોના ગુંગણામણથી મોત થયા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.

પાંચ મજુરોના મોતથી તહેવારના દિવસોમાં પાંચેય પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મૃતકોના નામ આ પ્રમાણે છે.

૧. વિનય કુમાર

૨.શુશીભાઈ રામપ્રકાશ ગુપ્તા

૩.દેવેન્દ્ર કુમાર દિનેશભાઈ

૪.અનીશ કુમાર પપ્પુભાઈ

૫. રાજન કુમાર પપ્પુભાઈ

વારંવાર બનતી આવી ઘટનાને લઇ કેટલાક સવાલો સામે આવી રહ્યા છે.

મજૂરોની મોત માટે જવાબદાર કોણ..?

મજૂરોને ઝેરી કુવામાં કોણે ઉતાર્યા

ઝેરી કુવામાં ઉતરવા માટે સેફ્ટી સાધનો હતા..?

શું મજૂરોની જિંદગી આટલી સસ્તી છે..?

આ પ્રકારની ઘટના વારંવાર કેમ..?

કેમિકલ કંપનીના માલિક સામે કાર્યવાહી થશે..?

યોગ્ય ધારા ધોરણનુ કેમ નથી થતું પાલન..?

તપાસના આદેશ આપીને તંત્ર કેમ માની લે છે સંતોષ…?

National / આ રાજ્યએ મફત રાશન યોજના 6 મહિના લંબાવી, ગરીબોને આપી દિવાળીની ભેટ

શુભેચ્છા / પ્રિયંકા ગાંધીએ ભાઇબીજની શુભકામના આપતાં રાહુલ ગાંધીની તસવીર શેર કરી