Bollywood/ ‘મહાદેવ બેટિંગ એપ’ કેસમાં વધુ એક બોલિવૂડ અભિનેતાનું નામ સામે આવ્યું, નોંધાઈ ફરિયાદ

મહાદેવ બેટિંગ એપ કેસ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે અને આ કેસમાં ઘણા કલાકારોના નામ સામે આવ્યા છે.

Trending Entertainment

મહાદેવ બેટિંગ એપ કેસ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે અને આ કેસમાં ઘણા કલાકારોના નામ સામે આવ્યા છે. હવે આ કેસ સાથે ફિલ્મ સ્ટાઈલમાં કામ કરનાર અભિનેતા ‘સાહિલ ખાન’નું નામ પણ જોડાયું છે અને સાહિલ ખાન પણ તે લોકોમાં સામેલ છે જેમની સામે આ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. મુંબઈ પોલીસે 7 નવેમ્બરના રોજ મહાદેવ બુક એપના પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકર, રવિ ઉપ્પલ અને શુભ સોની સહિત 31 લોકો સામે છેતરપિંડી અને જુગારની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધી હતી.

આ કેસમાં 31 લોકોના નામ સામે એફઆઈઆર છે. આ FIRમાં અભિનેતા સાહિલ ખાનનું નામ પણ છે. આ મામલામાં 31 લોકોમાં તેનું નામ 26માં નંબર પર છે. મહાદેવ પર ઓનલાઈન બેટિંગની એપથી સંબંધિત બીજી બેટિંગ એપ ચલાવવાનો આરોપ છે. માટુંગાના સામાજિક કાર્યકર પ્રકાશ બંકરની ફરિયાદ પર આ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ IPCની કલમ 420,467,468,471,120(B) અને જુગાર ધારા, IT એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો છે. એટલે કે સાહિલ ખાન પર માત્ર પ્રમોશનનો જ આરોપ નથી પરંતુ એપ ઓપરેટ કરીને જંગી નફો કમાવવાનો પણ આરોપ છે.

ઉલ્લેખનીય છે કે,અભિનેતા સાહિલ ખાન પર આરોપ છે કે તે સેલિબ્રિટીને બોલાવતો હતો અને પોતાના પ્રભાવથી પાર્ટીઓ ગોઠવતો હતો. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અભિનેતા વિરુદ્ધ એપ ઓપરેટર તરીકે એફઆઈઆર નોંધવામાં આવી છે. જેના કારણે ભવિષ્યમાં તેમની મુશ્કેલીઓ વધી શકે છે. તેની સામે ખિલાડી નામની સટ્ટાબાજીની એપ ચલાવવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. આ પહેલા સાહિલ ખાન દુબઈમાં ઓનલાઈન સટ્ટાબાજીની એપની પાર્ટીના વીડિયોમાં જોવા મળ્યો હતો. હવે તેની સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું છે.



આ પણ વાંચો: સગીર વિદ્યાર્થીએ 8 વર્ષની બાળકીના મોંઢે સેલોટેપ મારી, હાથ બાંધી બનાવી હવસનો શિકાર

આ પણ વાંચો: અમદાવાદને ઠંડીએ ધ્રુજાવવાનું શરૂ કર્યુઃ પારો ત્રણથી ચાર ડિગ્રી ગગડ્યો

આ પણ વાંચો: સોમાલિયામાં ભારે વરસાદે તબાહી મચાવી, વિનાશક પૂરમાં 31 લોકોના મોત