Tech News: શુભ પ્રસંગે મહેંદી લગાવવા માટે તમારે હવે બહાર જવાની બિલકુલ જરુર નથી. AI ટૂલ્સ દ્વારા તમે સરળતાપૂર્વક ડિઝાઇન ક્રિએટ કરીને 5 મિનિટમાં જાતે જ મહેંદી લગાવી શકો છો. જાણીએ આ સરળ પદ્ધતિ વિશે…
શુભ પ્રસંગે અથવા તહેવારના મોકા પર દરેક યુવતી કે મહિલા એવુ જ ઇચ્છતી હોય છે કે, એ સૌથી સુંદર દેખાય! સોળ શણગાર સજ્યા હોય પણ હાથમાં મહેંદી રચેલી ન હોય તો શણગાર અધૂરો પ્રતીત થાય છે. આજકાલ સમયનો અભાવ, બજારની ભીડ તથા મહેંદી આર્ટિસ્ટની વ્યસ્તતા આ બધુ મળીને એક મીઠી મૂંઝવણ ઊભી કરે છે કે હવે શું કરવુ? તમારી પાસે આ સમસ્યાનો ઉકેલ હાથવગો છે. ટેકનોલોજીની સહાયતાથી તમે ઘરે બેઠાં જાતે, ફક્ત 5 જ મિનિટમાં સુંદર મજાની મહેંદી લગાવી શકો છો. હાલમાં એક નવી પદ્ધતિનો ઉપયોગ તેજીથી વાયરલ થઇ રહ્યો છે અને એ છે- ‘AI મહેંદી ડિઝાઇન'(AI Mehandi Design)…!

શું છે આ AI મહેંદી ડિઝાઇન?
AI અર્થાત્ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે ફક્ત ચૅટ કે ઇમેજ એડિટિંગ સુધી જ સીમિત નથી, પરંતુ એ મહેંદીની ડિઝાઇન બનાવવામાં પણ તમારી ઘણી મદદ કરી શકે છે. તમે કેટલાક સિમ્પલ કમાન્ડ્સ આપીને કે ટેક્સ્ટ નાખીને AI દ્વારા મનભાવન મહેંદીની ડિઝાઇન બનાવડાવી શકો છો, જેવી કે અરેબિક સ્ટાઇલ, ટ્રેડિશનલ, મિનિમલિસ્ટ અથવા તો ફુલ-હેન્ડ પેટર્ન વગેરે.
AI વડે મહેંદીની ડિઝાઇન શી રીતે બનાવશો? જાણીએ સ્ટૅપ-બાય-સ્ટૅપઃ

સ્ટૅપ-1
સૌપ્રથમ તમે જે મહેંદી ડિઝાઇન બનાવવા માગતા હો એ AI ટૂલની પસંદગી કરો.
તમે Canva, Bing Image Creator, ChatGPT અથવા અન્ય AI ઈમેજ જનરેટર ટૂલ્સનો ઉપયોગ કરી શકો છો.
ChatGPT Plus માં પણ મહેંદી ડિઝાઇન જનરેટ કરવાની સુવિધા હોય છે.

સ્ટૅપ-2
હવે તમારી આવશ્યકતા મુજબના કમાન્ડ આપો. અહિં કેટલાક ઉદાહરણો પ્રસ્તુત છે-
‘શુભ પ્રસંગ માટે વિશેષ મહેંદી ડિઝાઇન’
‘તહેવાર માટે આસાન મહેંદી ડિઝાઇન’
‘સગાઇ માટે ટ્રેડિશનલ મહેંદી પેટર્ન ડિઝાઇન’
‘મિનિમલિસ્ટ મહેંદી ડિઝાઇન ફોર બેક હેન્ડ’
‘ફેસ્ટિવલ લુક માટે સિમ્પલ ફ્રન્ટ હેન્ડ મહેંદી ડિઝાઇન’
‘Create an easy mehndi design for special occasion’
‘Create a full-hand Arabic mehndi design’
‘Create a mehndi design with floral and peacock patterns’
‘Design a traditional Indian mehndi pattern’
‘Mehndi design for front hand, suitable for festival look’
સ્ટૅપ 3:
મહેંદી ડિઝાઇન ડાઉનલોડ કરો. કમાન્ડ મળતાવેંત, AI તરત જ તમારા માટે એક અથવા ઘણી બધી ડિઝાઇનો ફટાફટ બનાવી દેશે. તમને જે પણ ડિઝાઇન પસંદ પડે એને ડાઉનલોડ કરી લો.
સ્ટૅપ 4:
તમે પસંદ કરેલી મહેંદીની ડિઝાઇનને મોબાઇલમાં જુઓ અથવા તો તેનો પ્રિન્ટ આઉટ કાઢી લો. આ ડિઝાઇન પરથી તમે સરળતાપૂર્વક ઘરે જાતે જ મહેંદી લગાવી શકો છો.
આ પણ વાંચો:750 કરોડ રૂપિયાના નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ કૌભાંડમાં ED એ 3 રાજ્યોના 12સ્થળોએ દરોડા પાડ્યા!
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટે કહ્યું, 5 વર્ષમાં 10% થી ઓછા કેસ નોંધાયા, ED ગુંડાઓની જેમ કામ ન કરી શકે!
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટ જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાની અરજી પર સુનાવણી કરશે!

