પરીક્ષા/ ગુજરાતમાં જુનિયર કલાર્કની પરીક્ષા માટે દોડશે સ્પેશિયલ ટ્રેન

ગુજરાત સરકાર દ્વારા 09 એપ્રિલ 2023  ના રોજ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા વિવિધ શહેરોમાં યોજશે

Top Stories Gujarat
18 ગુજરાતમાં જુનિયર કલાર્કની પરીક્ષા માટે દોડશે સ્પેશિયલ ટ્રેન
  • જુનિયર કલાર્કની પરીક્ષા માટે દોડશે સ્પેશિયલ ટ્રેન
  • રાજકોટ-જૂનાગઢ વચ્ચે દોડશે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન
  • રાજકોટ-જૂનાગઢ-રાજકોટ રૂટની ટ્રેન દોડશે
  • રાજકોટથી જૂનાગઢ માટે સવારે 7 વાગ્યે ઉપડશે ટ્રેન
  • જૂનાગઢથી બપોરે 3 વાગ્યે રિટર્ન થશે ટ્રેન
  • ST વિભાગ પણ એક્સ્ટ્રા 250 બસો દોડાવશે

ગુજરાતમાં જુનિયર કલાર્કની પરીક્ષા હોવાથી સરકારે પરીક્ષાર્થીઓ માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનું નક્કી કર્યું છે.ગુજરાત સરકાર દ્વારા 09 એપ્રિલ 2023  ના રોજ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા વિવિધ શહેરોમાં યોજશે. આ પરીક્ષાના લીધે  પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ અને જૂનાગઢ વચ્ચે 09મી એપ્રિલ 2023ના રોજ એક દિવસ માટે પરીક્ષા સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે જુનિયર કલાર્કની પરીક્ષા માટે સરકારે સારી સવલત પરીક્ષાર્થીઓ માટે પુરી પાડી છે.  રાજકોટ-જૂનાગઢ પરિક્ષા સ્પેશિયલ ટ્રેન રાજકોટ સ્ટેશનથી 07.00 કલાકે ઉપડશે અને 08.50 કલાકે જૂનાગઢ પહોંચશે. તેવી જ રીતે રિટર્ન માં જૂનાગઢ-રાજકોટ પરીક્ષા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી 15.00 કલાકે ઉપડી રાજકોટ 17.00 કલાકે પહોંચશે. આ ટ્રેન ભક્તિનગર, ગોંડલ, વીરપુર, નવાગઢ અને જેતલસર સ્ટેશનો પર રોકાશે.જૂનાગઢ-રાજકોટ પરીક્ષા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢ સ્ટેશનથી 07.30 કલાકે ઉપડશે અને 10.00 કલાકે રાજકોટ પહોંચશે. તેવી જ રીતે, રિટર્ન માં રાજકોટ-જૂનાગઢ સ્પેશિયલ ટ્રેન રાજકોટ સ્ટેશનથી 14.55 કલાકે ઉપડશે અને જૂનાગઢ 17.15 કલાકે પહોંચશે. આ ટ્રેન ભક્તિનગર, ગોંડલ, વીરપુર, નવાગઢ અને જેતલસર સ્ટેશનો પર રોકાશે.