Ayodhya Ram Mandir News/ અયોધ્યામાં અભેદ્ય સુરક્ષા કવચ, 10 હજાર સીસીટીવી કેમેરાથી સજ્જ

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યા અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયું છે. અહીં જડબેસલાક અને ચકલુંય ન ફરકે તેવી અભૂકપુર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મશીનગનથી લઈને એકે 47 સાથે કમાન્ડો તહેનાત છે.

Top Stories India
અયોધ્યા

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે અયોધ્યા અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયું છે. અહીં જડબેસલાક અને ચકલુંય ન ફરકે તેવી અભૂકપુર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મશીનગનથી લઈને એકે 47 સાથે કમાન્ડો તહેનાત છે. હેલિકોપ્ટરથી પ્ટોરલિંગ કરવામાં આવી રહ્યું છે. રસ્તા પર ઠેકઠેકાણે કમાન્ડોઝ, સાયરન વગાડતી ગાડીઓ નજરે ચડે છે. સરહદો સીલ કરી દેવાઈ છે. હવે એ લોકો જ અયોધ્યામાં એન્ટ્રી કરી શકે છે જેની પાસે પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ અને પાસ છે.

એરપોર્ટથી લઈને રામ મંદિર સુધી તમામ ઉંચા બિલ્ડીંગોમાં સ્નાઈપર્સ લગાવી દેવાયા છે. સરયુમાં ફરતી બોટમાં પણ સ્નાઈપર્સ લગાવી દેવાયા છે. મંદિરની આસપાસ ઘરોમાં પહોંચેલા મહેમાનોનું લિસ્ટ પણ ચેક કરાયું છે. અયોધ્યામાં 25 હજારથી વધુ જવાનો બદોબસ્તમાં ગોઠવાયા છે. 31 ઐઆપીએસ અધિકારીઓ પણ ફરજ પર હાજર રહેશે.

તે સિવાય 10,000 સીસીટીવી અને એઆઈ દ્વારા દરેક વ્યક્તિ પર નજર રાખવામાં આવી રહી છે. તે સિવાય એન્ટી ડ્રેન સિસ્ટમ લગાવાઈ છે. રામ મંદિર પરિસરની વાત કરીએ તો છ સ્તરીય સિક્યુરિટી ગોઠવાઈ છે. અહીં એસપીજી, સીઆઈએસએફ, સ્પેશિયલ કમાન્ડો, સીઆરપીએફ, એનએસજી અને એટીએસના કમાન્ડો તહેનાત છે. એટલું જ નહી ગુપ્તચર તંત્ર પણ એક્ટિવ છે. સાદા ડ્રેસમાં એક હજારથી વધુ જવાનો બંદોબસ્તમાં છે.

સુરક્ષાને લઈને અયોધ્યાને 9 ઝોનમાં વિભાજીત કરાયું છે. રામ મંદિરનો રેડ ઝોનમાં સમાવેશ કરાયો છ. કોઈ શંકાસ્પદ વસ્તુ મદિર સુધી ન જાય તેનું ધ્યાન રખાશે. તેના માટે ક્રેશ રેટેડ બોલાર્ડ, અંડર વ્હિકલ સ્કેનર, ટાયર કિલર, બુમ બૈરિયર લગાવવામાં આવ્યા છે. આ ઉપકરણોને હેન્ડલ કરવા માટે સ્પેશિયલ એસટીએફ ટીમ, એટીએસ કમાન્ડો તહેનાત કરાયા છે.

યલો ઝોનમાં અયોધ્યાની હનુમાન ગઢી અને કનક ભવનને રાખવામાં આવ્યા છે. રામલલાના દર્શન માટે અયોધ્યા આવનારા એકવાર હનુમાન ગઢીના દર્શન કરવા જરૂર જાય છે. જેને પગલે અહીંની સુરક્ષાને યલો ઝોનમાં રાખવામાં આવી છે. આ બન્ને પરિસર માટે 34 સબ ઈન્સ્પેક્ટર, 71 હેડ કોન્સ્ટેબલ, 312 કોન્સ્ટેબલને બંદોબસતમાં ગોઠવવામાં આવ્યા છે.

તે સિવાય 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠાને દિવસે 3 રસ્તાઓ ગ્રીન કોરિડર તરીકે બનાવ્યા છે. જેમાં લખનૌથી અમૌસી એરપોર્ટથી શહાદપથ, કમતા, ચિનહટથી અયોધ્યા સુધી. તે સિવાય પુર્વાચલ એક્સપ્રેસ-વે થી કુમારાગંજ કટથી મિન્કીપુરના રસ્તા સુધી અને અહીમામઉ, ઈન્દીરાનગર, કિશાન પથથી બારાબંકીના રસ્તા સુધીનો સમાવેશ થાય છે.

રામ મંદિરની હેલિકોપ્ટરથી બાજ નજર રાખવામાં આવી રહી છે. તે સિવાય મંદિર પરિસર ઉપરથી ડ્રોન, હવાઈ જહાજ કે ચોપર પસાર થઈ શકશે નહી. મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટની સુરક્ષા એનએસજી અને સીઆઈએસએફને સોંપવામાં આવી છે. વડાપ્રધાન મોદી અને અન્ય વીવીઆપી મહેમાનોના પસાર થવાના રસ્તા પર બનેલા મકાનોનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે. રસ્તા પરના લગભગ તમામ ઘરોની છતો પર સિક્યુરિટી ફોર્સના જવાનો હાજર રહેશે.

અયોધ્યાની સુરશ્ક્ષાનો અંદાજ એ રીતે લગાવી શકાય કે શહેરમાં ટ્રેનોની એન્ટ્રી પણ બંધ છે. અયોધ્યા જતી તમામ ટ્રેનોને રેલ્વેએ ડાયવર્ટ કરી દીધી છે અથવા રદ્ કરી દીધી છે. જોકે રેલ્વેનું કહેવું છે કે પ્લેટફોર્મના નના નિર્માણને પગલે ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. તે સિવાય યુપી રોડવેઝની બસોની અયોધ્યામાં એન્ટ્રી બંધ કરવામાં આવી છે. મતલબ અયોધ્યામાં સાર્વજનિક વાહનો દ્વારા પણ કોઈ પ્રવેશ કરી શકશે નહી. લખનૌ ઝોનના એડીજી પિયુષ મોર્ડીયાનું કહેવું છે કે અયોધ્યામાં 31 આઈપીએસ, 44 એએસપી, 140 ડીએસપી, 208 ઈન્સ્પેક્ટર. 1196 સબ ઈન્સ્પેક્ટર, 5000 મુખ્ય આરક્ષી સિવાય જીએસીની 26 કંપની, 7 કંપની કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ અને એસટીએફની ટીમો તહેનાત છે. અયોધ્યાના આસપાસના જીલ્લાઓમાં પીએસીની કંપનીઓને રિઝર્વ રાખવામાં આવી છે.

વધુમાં મોર્ડીયાએ કહ્યું હતું કે રામ નગરીમાં વાહનોની એન્ટ્રી શનિવાર સાંજથી જ પ્રતિબંધિત છે. સીમાઓ પર બેરિયર લગાવાયા છે. હવે ફક્ત પોલીસ અને પત્રકારો તથા આમંત્રિત વ્યક્તિઓને જ પ્રવેશ મળી રહ્યો છે. હોટેલ અને ધર્મશાળાઓમાં બહારની વ્યક્તિઓને રોકાવા પર પાબંદી લગાવાઈ છે. તે સિવાય સીસીટીવી કેમેરાઓને ઈન્ટીગ્રેટેડ કંટ્રોલરૂમથી જોડીને એઆઈથી શંકાસ્પદો પર નજર રાખવામાં આવી રહી છે.

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં દેશભરમાંથી 900 વીઆપી અને 60 વીવીઆઈપી સામેલ થશે. તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અંબાણી-અદાણી, અમિતાભ બચ્ચન, વિરાટ કોહલી સહિત મોટી હસ્તીઓનો સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશના એક સીનીયર આઈપીએસે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે તેમણે ક્યારેય આ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા જોઈ નથી. ફક્ત જવાનોની સંખ્યા જ નહી પણ ટેકનોલોજીની રીતે પણ ખાસ છે.

3 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં એટીએસના 3 આતંકવાદીઓની ધરપકડ થઈ હતી. તેમની ઓળખ ખાલીસ્તાની સમર્થક ગેંગસ્ટર શંકર લાલ દુસાદ તેનો સાથીદાર અજીતકુમાર શર્મા અને પ્રદીપ પુનિયા તરીકે થઈ હતી. ત્રણેય શખ્સો કાર પર ભગવા કલરનો શ્રીરામનો ઝંડો લગાવીને જઈ રહ્યા હતા. આ શક્સોને રામ મંદિરની રેકીનું ટાસ્ક મળ્યું હતું. જોકે એટીએસએ ગુપ્ત માહિતી બાદ તેમને અયોધ્યા પહોંચે તે પહેલા જ રસ્તામાં ઝડપી લીધા હતા.

@ નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:Bharat Jodo Nyay Yatra/ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન આસામમાં જયરામ રમેશની કાર પર હુમલો, કોંગ્રેસે ભાજપ પર લગાવ્યો આરોપ

આ પણ વાંચો:ram mandir/તમિલનાડુ સરકારે પ્રાણ પ્રતિષ્ઠાના લાઈવ ટેલિકાસ્ટ પર પ્રતિબંધ મૂક્યો, નિર્મલાનો મોટો આરોપ, DMK નેતાએ કહ્યું- દાવો ખોટો છે

આ પણ વાંચો:ram mandir/મુસ્લિમ વ્યક્તિએ સરહદ પારથી અયોધ્યા મોકલ્યું પવિત્ર જળ