Not Set/ ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ સિરીઝ ટીમની ભારતે કરી જાહેરાત,આ ખેલાડીઓને મળશે આરામ

16 ખેલાડીઓની ટીમમાં કેટલાક નવા અને અનુભવી ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટમાં આરામ પર હશે અને અન્ય એક અનુભવી ખેલાડી ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળશે.

Top Stories Sports
ભારતીય ક્રિકેટ ટીમ

ન્યૂઝીલેન્ડ સામે 25 નવેમ્બરથી શરૂ થનારી ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની પસંદગી કરી દેવામાં આવી છે. 16 ખેલાડીઓની ટીમમાં કેટલાક નવા અને અનુભવી ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ટીમના નિયમિત કેપ્ટન વિરાટ કોહલી પ્રથમ ટેસ્ટમાં આરામ પર હશે અને અન્ય એક અનુભવી ખેલાડી ટીમ ઈન્ડિયાનું સુકાન સંભાળશે.

ટી20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમના કેપ્ટન ન્યૂઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ અને પ્રથમ ટેસ્ટમાંથી બહાર રહેશે. આ પરિસ્થિતિમાં અજિંક્ય રહાણે ટીમનું  કમાન સંભાળશે. જ્યારે વિરાટ કોહલી બીજી ટેસ્ટમાંથી વાપસી કરશે.

તમને જણાવી દઈએ કે, રોહિત શર્મા આ સિરીઝમાંથી બહાર રહેવાના છે. રોહિત ઉપરાંત અન્ય ઘણા ખેલાડીઓ છે જેઓ આ શ્રેણીમાંથી બહાર  રહેવાના છે જેમાં રિષભ પંત અને જસપ્રિત બુમરાહના નામનો સમાવેશ થાય છે.

ઋષભ પંતની ગેરહાજરીમાં, રિદ્ધિમાન સાહા વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે જ્યારે કેએસ ભરત સિરીઝ માટે બીજા વિકેટકીપર હશે. આંધ્રપ્રદેશનો 28 વર્ષીય ભરત ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમ્યો છે. આ વર્ષે ઈંગ્લેન્ડ સામેની ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ માટે તે પાંચ સ્ટેન્ડબાય ખેલાડીઓમાં સામેલ હતો.

BCCI 17 નવેમ્બરથી શરૂ થનારી ન્યૂઝીલેન્ડ સામેની હોમ સિરીઝ પહેલા નવા કોચિંગ સ્ટાફની જાહેરાત કરી શકે છે. વિક્રમ રાઠોર બેટિંગ કોચ, ટી દિલીપ ફિલ્ડિંગ કોચ અને પારસ મહામ્બ્રે બોલિંગ કોચ હશે. વર્તમાન બેટિંગ કોચ રાઠોડ તેમના પદ પર ચાલુ રહી શકે છે.

ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમ : અજિંક્ય રહાણે (કેપ્ટન), કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ ઐયર, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ. ઇશાંતશર્મા, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધકૃષ્ણા.