Not Set/ નલિયા બળાત્કારકાંડમાં 4 આરોપીઓના જામીન કોર્ટે મંજુર કર્યા, તમામ આરોપીઓ જેલમુકત

ભુજ, સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર નલિયા દુષ્કર્મ કાંડમાં સંડોવાયેલા વધુ 4 આરોપીઓને  ભુજ સેશન્સ કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે આ સાથે આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા છે. 2017 માં આખા ગુજરાતમાં ભારે ચકચાર જગાવનારાં નલિયા સામૂહિક બળાત્કારકાંડમાં દોઢ-પોણા બે વર્ષથી જેલમાં કેદ તમામ આરોપીઓ છેલ્લાં 15 દિવસના સમયગાળા દરમિયાન […]

Top Stories
naliya kand નલિયા બળાત્કારકાંડમાં 4 આરોપીઓના જામીન કોર્ટે મંજુર કર્યા, તમામ આરોપીઓ જેલમુકત

ભુજ,

સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર નલિયા દુષ્કર્મ કાંડમાં સંડોવાયેલા વધુ 4 આરોપીઓને  ભુજ સેશન્સ કોર્ટે જામીન પર મુક્ત કર્યા છે આ સાથે આ કેસમાં સંડોવાયેલા તમામ આરોપીઓ જામીન પર મુક્ત થઈ ગયા છે.

2017 માં આખા ગુજરાતમાં ભારે ચકચાર જગાવનારાં નલિયા સામૂહિક બળાત્કારકાંડમાં દોઢ-પોણા બે વર્ષથી જેલમાં કેદ તમામ આરોપીઓ છેલ્લાં 15 દિવસના સમયગાળા દરમિયાન વારા ફરતી જામીન પર મુક્ત થઈ ગયાં છે. આજે ભુજ સેશન્સ કૉર્ટે જેલમાં રહેલાં ચાર આરોપીઓ ચેતન વિનોદભાઈ ઠક્કર , ભરત નરેન્દ્રભાઈ ચૌહાણ, શાંતિલાલ દેવજી સોલંકી અને વસંત કરસનદાસ ભાનુશાલીને જામીન પર મુક્ત કરી દીધાં છે.

ઉલ્લેખનીય છે કે, આ પ્રકરણમાં પોલીસે 8 આરોપીઓની ફેબ્રુઆરી 2017માં ધરપકડ કરી હતી. આ ચકચારી કેસની ભુજ કૉર્ટમાં સુનાવણીનો પ્રારંભ થયો ત્યારે ફરિયાદી યુવતીએ હોસ્ટાઈલ થઈ પોતાની સાથે કોઈ દુષ્કર્મ જ ના થયું હોવાનું જણાવી સમગ્ર કેસ ખોટો હોવાનું જણાવતાં મોટો વળાંક આવ્યો હતો.

ત્યારબાદ આરોપીઓએ જામીન પર મુક્ત થવા અરજીઓ કરી હતી. આમ તો અત્યાર સુધી અદાલતો જામીન અરજીઓ નકારી દેતી હતી પરંતુ ગત 11 સપ્ટેમ્બરે ગુજરાત હાઈકૉર્ટે વિનોદ ભીંડે ઊર્ફે બબા શેઠની જામીન અરજી મંજૂર કરતાં જ અન્ય આરોપીઓ માટે જામીન મુક્તિની શકયતા વર્તાઈ હતી.હાઈકૉર્ટના ચુકાદાના આધારે ગત 19મીના રોજ ભુજ સેશન્સ કૉર્ટે ગોવિંદ પારૂમલાણી, અજીત રામવાણી અને અશ્વિન સેજપાલને જામીન પર મુક્ત કર્યાં હતા. ત્યારે આજે વધુ ચાર આરોપીને પણ કોર્ટે જામીન મુક્ત કર્યા છે હવે આ કેસ ના તમામ આરોપીઓ જામીન પર જેલ બહાર છે..