Not Set/ રજનીકાંતે છોડ્યું પોલિટીક્સ, રજની મક્કલ મંદ્રમનો કર્યો ભંગ

રજનીકાંતે ‘રજની મક્કલ મંદ્રમ’ પાર્ટીના પદાધિકારીઓ સાથે વાતચીત કર્યા પછી આ નિર્ણય લીધો છે. રજનીકાંતે તેના ચાહકો સાથે બેઠક પણ યોજી છે.

Top Stories Entertainment
A 210 રજનીકાંતે છોડ્યું પોલિટીક્સ, રજની મક્કલ મંદ્રમનો કર્યો ભંગ

સુપરસ્ટાર રજનીકાંતે રજની મક્કલ મંદ્રમના પદાધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને તે પછી તેમણે ક્યારેય રાજકારણમાં ન પ્રવેશવાનો નિર્ણય લીધો છે. રજનીકાંતે તેમની પાર્ટી ‘રજની મક્કલ મંદ્રમ’ સમાપ્ત કરી દીધી છે. આ સાથે રજનીકાંતે કહ્યું છે કે તેઓ રાજકારણમાં નહીં આવે. રજનીકાંતે ‘રજની મક્કલ મંદ્રમ’ પાર્ટીને ભંગ કરતા કહ્યું કે, મારે ભવિષ્યમાં રાજકારણમાં પ્રવેશવાની કોઈ યોજના નથી. હું રાજકારણમાં આવવાનો નથી.

આ પણ વાંચો :મુંબઈમાં અભિનેતા સુનીલ શેટ્ટીની બિલ્ડિંગ કરાઈ સીલ, આ છે કારણ

રજનીકાંતે ‘રજની મક્કલ મંદ્રમ’ પાર્ટીના પદાધિકારીઓ સાથે વાતચીત કર્યા પછી આ નિર્ણય લીધો છે. રજનીકાંતે તેના ચાહકો સાથે બેઠક પણ યોજી છે.

A 211 રજનીકાંતે છોડ્યું પોલિટીક્સ, રજની મક્કલ મંદ્રમનો કર્યો ભંગ

આપને જણાવી દઈએ કે 29 ડિસેમ્બર, 2020 ના રોજ રજનીકાંતે જાહેરાત કરી હતી કે તેઓ રાજકારણમાં નહીં આવે. પરંતુ તાજેતરમાં જ તેમણે કહ્યું હતું કે તેઓ રાજકારણમાં જોડાવા અંગે ફરીથી ચર્ચા કરશે. પરંતુ હવે તેમણે આખરે તમામ પ્રકારની અટકળોનો અંત લાવી દીધો છે. રજનીકાંતના રાજકારણમાં પાછા ફરવાની ચર્ચાઓ વચ્ચે તમિળનાડુના રાજકારણમાં હંગામો થયો હતો.

આ પણ વાંચો :ભારતમાં ખૂબ ઝડપથી લગાવવામાં આવશે 12 થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસી, આ સપ્તાહમાં જ લેવાઈ શકે છે મોટો નિર્ણય

આ પણ વાંચો :ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા ફિલ્મનું ટ્રેલર રિલીઝ, દમદાર છે અજય દેવગનના ડાયલોગ

જણાવી દઈએ કે ડિસેમ્બર 2020 માં, રજનીકાંતે પોતે કહ્યું હતું કે તેઓ જાન્યુઆરી 2021 માં પાર્ટીની શરૂઆત કરશે. તમિળનાડુમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આ બધું થવું હતું. પરંતુ ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં, રજનીકાંતે યુ-ટર્ન લીધો અને કહ્યું કે તેઓ રાજકારણમાં જોડાશે નહીં. તે પછી રજનીકાંતની સંસ્થાના ઘણા સભ્યો ડીએમકે સહિત અન્ય પાર્ટીઓમાં જોડાયા હતા.

આ પણ વાંચો :અમૃતા સિંઘથી લઈને મલાઈકા અરોરા સુધીની, બોલિવૂડની આ અભિનેત્રીઓ છૂટાછેડા પછી છે ખૂબ ખુશ