ગુજરાત : ઓખાની બોટ પાકિસ્તાનની બોટ સાથે ટકરાઈ. ઓખાની બોટમાં માછીમારો માછીમારી કરી રહ્યા હતા તે સમયે પાકિસ્તાનની મરીન બોટ સાથે અથડાઈ. ગુજરાતના ઓખાના દરિયા કિનારા પર સાત ખલાસીઓ માછીમારી કરવા નીકળ્યા હતા. દરમ્યાન પાકિસ્તાનની બોટ સાથે ઓખાની બોટ ટકરાઈ. બંને બોટની ટક્કર થતા બે માછીમારો લાપતા થયા હોવાનું સામે આવ્યું છે. આ મામલે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરાશે.
ગુજરાતના ઓખા બંદર પર માછીમારો પોતાના વ્યવસાય અર્થે દરિયામાં બોટ ખેડવા જાય છે. માછીમારી કરી ગુજરાન ચલાવનાર 7 ખલાસીઓ જ્યારે ઓખાના દરિયામાં ગયા ત્યારે તેમની બોટ સાથે પાકિસ્તાનની મરીન બોટ અથડાઈ. ભારતની અને પાકિસ્તાનની બોટની ટક્કર થતા ખલાસીઓને નુકસાન થયું. સામેની બોટ દુશ્મન દેશ પાકિસ્તાની હોવાનું માલૂમ પડયું. આ ઘટના બાદ ગુજરાતના ઓખા બંદર પરના માછીમારો પરત ફર્યા નથી. સાત માછીમારો ભરેલ બોટ સાવ ખાલીખમ છે. ગુમ થયેલ માછીમારોમાંથી એક માછીમારનો મૃતદેહ મળી આવ્યો. જ્યારે અન્ય પાંચ માછીમારો પાકિસ્તાનના કબ્જામાં હોવાનું અનુમાન છે. આ મામલે ઉચ્ચસ્તરીય તપાસ થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ કેજરીવાલની ધરપકડ મામલે દિલ્હી હાઈકોર્ટ આજે સુનાવણી હાથ ધરશે
આ પણ વાંચોઃયોગી આદિત્યનાથ આજથી લોકસભા ચૂંટણી પ્રચારનો કરશે પ્રારંભ, આ જીલ્લાઓ રણમેદાનમાં ફેરવાશે
આ પણ વાંચોઃ Consultancy/પત્ની ઘરે પાણીનો ગ્લાસ પણ આપતી ન હોય તેવા લોકો મને સલાહ આપતા હતાઃ નીતિન પટેલ
આ પણ વાંચોઃ ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ઘટનાસ્થળ પર જ 3ના મોત