Aditi Rao Hydari/ અદિતિ રાવ હૈદરીએ સિધ્ધાર્થ સાથે ગુપચુપ કર્યા લગ્ન ,તેલંગાણાના મંદિરમાં લીધા સાત ફેરા 

અદિતિ રાવ હૈદરી તેની અપકમિંગ વેબ સીરિઝ હિરામંડી માટે ચર્ચામાં છે, પરંતુ આ દરમિયાન એક સમાચાર સામે આવ્યા છે જેણે ચાહકોને ચોંકાવી દીધા છે.

Trending Entertainment
Beginners guide to 93 3 અદિતિ રાવ હૈદરીએ સિધ્ધાર્થ સાથે ગુપચુપ કર્યા લગ્ન ,તેલંગાણાના મંદિરમાં લીધા સાત ફેરા 

સાઉથ અને બોલિવૂડમાં એક્ટિંગમાં પોતાનું કૌશલ્ય સાબિત કરનાર અભિનેત્રી અદિતિ રાવ હૈદરી પોતાની અંગત જિંદગીને કારણે ચર્ચામાં રહે છે. તેનું નામ ઘણીવાર સાઉથ એક્ટર સિદ્ધાર્થ સાથે જોડવામાં આવ્યું છે. જોકે, બંનેમાંથી કોઈએ ક્યારેય આ સંબંધ વિશે ખુલીને વાત કરી ન હતી કે ન તો કોઈ પ્રતિક્રિયા આપી હતી. આવી સ્થિતિમાં હવે સમાચાર આવી રહ્યા છે કે આ રૂમવાળા કપલે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે. અદિતિ રાવ હૈદરી તેની અપકમિંગ વેબ સીરિઝ હિરામંડી માટે ચર્ચામાં છે, પરંતુ આ દરમિયાન એક સમાચાર સામે આવ્યા છે જેને  ચાહકોને ચોંકાવી દીધા છે. માહિતી અનુસાર, અદિતિએ તેને તેના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ સાથે હૈદરાબાદના એક મંદિરમાં લગ્ન કર્યા છે. સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયરલ થતાં જ ચાહકો કપલને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

અભિનેતા સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીએ આજે ​​તેલંગાણાના વાનપર્થી જિલ્લાના શ્રીરંગપુરમાં શ્રી રંગનાયકસ્વામી મંદિરમાં લગ્ન કર્યા હોવાના અહેવાલ છે. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી તેમના લગ્નના સમાચાર સમાચારોની હેડલાઈન્સનો હિસ્સો બન્યા હતા. અદિતિ રાવ અને સિદ્ધાર્થ લાંબા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે. 2021 માં ફિલ્મ “મહા સમુદ્ર” ના શૂટિંગ દરમિયાન બંને પ્રેમમાં પડ્યા હતા.

Aditi rao hydari got married to her long time boyfriend Siddharth in a temple in Hyderabad

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થના અફેરના સમાચાર ઘણા સમયથી ચાલી રહ્યા છે. વાસ્તવમાં, ગયા વર્ષથી, એવી અફવા હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે, આ સાથે બંને કલાકારો ઘણી વખત સાથે જોવા મળ્યા છે. બંને એકબીજા પર પ્રેમ વરસાવવાનો કોઈ મોકો છોડતા નથી. હવે બંનેએ લગ્ન કરીને પોતાના સંબંધો પર મહોર મારી દીધી છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, આ લગ્ન સમારંભ પરિવારના સભ્યો અને નજીકના સંબંધીઓ વચ્ચે થયો હતો.

Rumored couple Aditi Rao Hydari and Siddharth spend a love-smitten getaway for New Year; PHOTO | PINKVILLA

જાણકારી અનુસાર, અભિનેત્રી અદિતિ અને સિદ્ધાર્થે પારંપરિક રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા, બંનેના લગ્ન માટે તમિલનાડુના પૂજારીઓને બોલાવવામાં આવ્યા હતા, બંનેએ જે મંદિરમાં લગ્ન કર્યા હતા તે વાનપર્થીમાં છે અને તેથી આ સ્થાનથી અદિતિનું ખાસ જોડાણ છે.

21 की उम्र में शादी 25 में तलाक, 8 साल बड़े हीरो के प्यार में एक्ट्रेस, बोलीं- परवाह नहीं - 36 year old aditi rao hydari on relationship with siddharth trolling divorce

સિદ્ધાર્થ ટૂંક સમયમાં કમલ હાસનની ફિલ્મ ઈન્ડિયન 2માં જોવા મળશે. અભિનેત્રી સંજય લીલા ભણસાલીની શ્રેણી હીરામંડીમાં જોવા મળશે અને તે તાજ ડિવાઈડેડ બાય બ્લડ શોમાં જોવા મળી હતી. જોકે તાજ ડિવાઈડ બાય બ્લડને બહુ પ્રતિસાદ મળ્યો નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ હોળી પર આ ફિલ્મો થઈ હતી રિલીઝ, જાણો કુલ કલેક્શ

આ પણ વાંચોઃ ડાકોરમાં રંગોત્સવને લઈ હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર

આ પણ વાંચોઃ પૂર્ણિમાના દિવસે ડાકોરમાં લાખો ભક્તોએ રણછોડરાયના દર્શન કર્યા…