hospitalised/ કાજોલની માતા અને પીઢ અભિનેત્રી તનુજાની તબિયત બગડતા ICUમાં દાખલ

મશહુર અભિનેત્રી કાજાેલની માતા તનુજાની અચાનક તબિયત બગડતા તેમને આઇસીયુમાં ભર્તી કરવામાં આવ્યા છે

Top Stories Entertainment
તનુજાની

બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી તનુજાની તબિયત બગડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે,મશહુર અભિનેત્રી કાજાેલની માતા તનુજાની અચાનક તબિયત બગડતા તેમને આઇસીયુમાં ભર્તી કરવામાં આવ્યા છે. તેમના ચાહકો તેમના સારા થઇ જવાની કામના કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રવિવારે તેમને વય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે અભિનેત્રીને જુહુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.  અભિનેત્રી 80 વર્ષની છે. એક્ટ્રેસની બગડતી તબિયત વિશે ફેન્સને જાણ થતાં જ બધાએ તેના સાજા થવા માટે પ્રાર્થના કરવાનું શરૂ કરી દીધું હતું.

LatestLYએ તેના ટ્વિટર (x) પર પણ આ માહિતી શેર કરી છે. એક્સ પર પોસ્ટ કરતી વખતે તેણે લખ્યું કે તનુજા હોસ્પિટલમાં દાખલ છે,કાજોલની માતા આઈસીયુમાં ‘ઓબ્ઝર્વેશન હેઠળ’ છે તનુજા સમર્થે ઘણી હિન્દી અને બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે. ફેન્સને અભિનેત્રીની એક્ટિંગ ખૂબ જ પસંદ છે. તનુજા અભિનેત્રી શોભના સમર્થની પુત્રી છે. તનુજા સમર્થ ફિલ્મ નિર્માતા કુમારસેન સમર્થ અને અભિનેત્રી શોભના સમર્થની પુત્રી છે. તેણીને અભિનેત્રી નૂતન સહિત ત્રણ બહેનો અને એક ભાઈ છે.તનુજાએ 1973માં ફિલ્મ નિર્માતા શોમુ મુખર્જી સાથે લગ્ન કર્યા અને તેમની બે પુત્રીઓ છે, અભિનેત્રી કાજોલ અને તનિષા.  હવે અભિનેત્રી વય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહી છે.

આ પણ વાંચો:સુરત મહાનગર પાલિકાની ઘોર બેદરકારી, જાણો શું છે મામલો

આ પણ વાંચો:સોશિયલ મીડિયા થકી બાઈક ચોરનું હદય પરિવર્તન, જાણો બાઈક માલિકે શું કર્યું…