પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બ્રિટીશ હેરાલ્ડના એક પોલમાં તેમનાં રિડર્સ દ્વારા દુનિયાનાં સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. દુનિયાના અન્ય શક્તિશાળી વ્યક્તિઓ જેવા કે વ્લાદિમીર પુતીન, ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ સહિત ૨૫થી વધુ હસ્તિઓને પાછળ છોડીને નરેન્દ્રભાઈ મોદી વિશ્વનાં સૌથી વધુ તાકાતવર વ્યક્તિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. બ્રિટનના મીડિયા હાઉસ બ્રિટીશ હેરાલ્ડે હાલમાં એક ઓનલાઈન સર્વે કરાવ્યો હતો. જે અતંર્ગત સૌ પ્રથમ નોમિનેશન તરીકે વિશ્વના 25 દિગજ્જ નેતાઓની યાદી બનાવવામાં આવી હતી. જેમાંથી નિષ્ણાતોની સમિતિએ સૌથી કદાવર ચાર નેતાઓને અલગ તારવ્યા હતા.

અલગ તારવવામાં આવેલા ચાર નેતામાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સામેલ હતા. આ પોલમાં કોઈ વ્યક્તિ એક જ વ્યક્તિને એકથી વધુ વખત વોટ આપી ન શકે અને તમામ પોલ પ્રક્રિયા પારદર્શક રહે તે માટે બ્રિટીશ હેરાલ્ડે સર્વે માટે ઓટીપી (વન ટાઈમ પાસવર્ડ)ની પદ્ધતિ અપનાવી હતી. જેમાં રિડર્સે વેબસાઈટ britishherald.com પર વિઝીટ કરી પોલમાં ભાગ લેવાનો હતો. એક રીડર્સ એક જ વખત ભાગ લઈ શકે તેવી શરત હતી. મતલબ કે, બ્રિટીશ હેરાલ્ડનાં આ પોલનાં વોટિંગ માટે પોલીંગની સામાન્ય પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. જેમાં સૌથી વધુ ચોંકાવનારી બાબત એ કે વોટિંગ દરમિયાન સાઈટ ક્રેશ પણ થઈ ગઈ કારણ કે વોટર્સ પોતાના મનપસંદ વ્યક્તિને વિજયી બનાવવા આતુર બન્યા હતા. અને એ વ્યક્તિ હતા નરેન્દ્રભાઈ મોદી.

બ્રિટનના મીડિયા હાઉસ બ્રિટીશ હેરાલ્ડ દ્વારા કરવામાં આવેલા ઓનલાઈન સર્વે પોલનું વોટિંગ પૂર્ણ થયુ ત્યારે ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સૌથી વધુ 30.9 ટકા વોટ સાથે વ્લાદિમીર પુતિન, ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ કરતાં ઘણાં આગળ હતા. આ પોલમાં નરેન્દ્રભાઈ મોદી બાદ બીજા સૌથી શક્તિશાળી વ્યક્તિ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (29.9 ટકા વોટ), અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (21.9 ટકા વોટ) અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (18.1 ટકા વોટ) રહ્યાં હતા. બ્રિટીશ હેરાલ્ડનાં પોલમાં વિશ્વના સૌથી શક્તિશાળી નેતા તરીકે પસંદગી પામેલા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને બ્રિટીશ હેરાલ્ડ તેના જુલાઈ મહિનાના અંકમાં કવર પેજ પર સ્થાન આપશે. જે અંક 15 જુલાઈના રોજ પ્રસિદ્ધ થશે. બ્રિટીશ હેરાલ્ડના મે-જૂનના અંકમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્ન અને માર્ચ-એપ્રિલના અંકમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને કવર પેજ પર સ્થાન મળ્યું હતું.
બ્રિટીશ હેરાલ્ડની વેબસાઈટ પરના એક આર્ટિકલ અનુસાર તાજેતરના મહિનાઓમાં નરેન્દ્રભાઈ મોદીને ભારતીયો તરફથી વધુ અપ્રૂવલ રેટિંગ્સ મળ્યાં છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં આતંકવાદ વિરુદ્ધ પોતાના વલણ અને બાલાકોટમાં આતંકી કેમ્પ પર એરસ્ટ્રાઈક બાદ તેમના સમર્થકોમાં પણ ભારે વધારો થયો છે. આ ઉપરાંત આયુષ્માન ભારત, ઉજ્જવલા યોજના અને સ્વચ્છ ભારત અભિયાને પણ તેમની લોકપ્રિયતામાં વધારો કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
