Gujarat/ અમદાવાદ ટ્રાફિક પોલીસને ચૂંટણીલક્ષી તાલીમ, ટ્રાફિક JCP સહિત 6 મહાનુભાવોએ આપ્યું માર્ગદર્શન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે ગણતરીનાં દિવસો બાકી રહી ગયા છે ત્યારે અમદાવાદ શહેર પોલીસ બાદ ટ્રાફિક પોલીસને ચૂંટણીલક્ષી માર્ગદર્શન અને તાલીમનું સેમિનાર યોજાયો હતો.

Ahmedabad Gujarat
PICTURE 4 108 અમદાવાદ ટ્રાફિક પોલીસને ચૂંટણીલક્ષી તાલીમ, ટ્રાફિક JCP સહિત 6 મહાનુભાવોએ આપ્યું માર્ગદર્શન

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે ગણતરીનાં દિવસો બાકી રહી ગયા છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ બાદ ટ્રાફિક પોલીસને ચૂંટણીલક્ષી માર્ગદર્શન અને તાલીમનું સેમિનાર યોજાયો હતો. શહેરમાં મહાનગર પાલિકાની ચૂંટણીની જોર-શોરથી ચાલતી તૈયારીઓ વચ્ચે પોલીસની શુ ફરજ છે, અને કઈ રીતે તેનો પાલન કરવું, તે માટે 2 દિવસની ટ્રેનિંગનું આયોજન કરાયુ છે. જેમાં અનેક પોલીસ કર્મચારીઓ હાજરી આપી હતી.

ચૂંટણીની સાથો-સાથ ટ્રાફિક પોલીસને અવેરનેસ, ફિટનેસ બાબતે દેશના અલગ અલગ 6 જેટલા સ્પીકરો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.. ટ્રાફિક પોલીસને ટ્રાફિકનાં સંયુક્ત પોલીસ કમિશનર મયંકસીંહ ચાવડા દ્વારા પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે દંડ પોલીસનો ટાર્ગેટ નથી પરંતુ નિયમનું પાલન કરાવવો તે ઉદેશ્ય છે.

મહાનગરપાલીકાની ચૂંટણીમાં રાજ્ય ચૂંટણીપંચે કરેલી જોગવાઈ મુજબ પોલીસની શુ સત્તા છે, શુ ફરજો અને જવાબદારીઓ છે, અને આ જવાબદારી કઈ રીતે નિભાવવી અને કઈ બાબતમાં કોઈ પ્રકારનુ ભંગ થાય તો કોગ્નીજીબલ ગુનો છે કે નોન કોગ્નીઝીબલ ગુના છે તે બાબતની ટુંકી અને સારી સમજ આપવાનું આયોજન કરાયુ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ