ગુજરાતમાં આગામી વર્ષ ૨૦૨૨ માં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ ઉપર યોજાયેલ ત્રિ-દિવસીય પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૨૧ના અંતિમ દિવસે ૧૬ મી ડિસેમ્બરના રોજ પ્રાકૃતિક કૃષિ-રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી, પ્રાકૃતિક કૃષિ બાબતે દેશના ખેડૂતોને સંબોધન કર્યું હતું.
આ પણ વાંચો ;સરપંચ / એક ગામમાં સરપંચના પદ માટે હરાજી કરવામાં આવી,44 લાખમાં સરપંચ બન્યા
ઉપરોક્ત કૃષિ સંમેલનમાં ગુજરાતના પ્રત્યેક જિલ્લાઓમાંથી તેમજ દેશના અનેક સ્થળોએથી ખેડૂતો સહિત મહાનુભાવો વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો પંડિત દીનદયાળ હોલ ખાતે બહોળી સંખ્યામાં હાજર રહી, સંમેલનમાં જોડાયા હતા.
આ પ્રસંગે હાજર રહેલા જિલ્લાના ખેડૂતોએ વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ, કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રી નરેન્દ્રસિંહ તોમર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો દ્વારા પ્રાકૃતિક ખેતી બાબતે કરેલ સંબોધનને નિહાળ્યું હતું.
આ પણ વાંચો:સંશોધન / લોકોની વધારે પડતી ઊંઘને લઈને વૈજ્ઞાનિકોએ કર્યો અભ્યાસ, સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા
આ ઉપરાંત જિલ્લા કક્ષાએથી પણ સુરેન્દ્રનગર આત્મા પ્રોજેક્ટ ડીરેક્ટરશ્રી બિ. એ. પટેલ દ્વારા ઉપસ્થિત ખેડૂતમિત્રોને પ્રાકૃતિક ખેતી બાબતે માર્ગદર્શન આપી માહિતગાર કરવામાં આવ્યા હતા.જિલ્લા કક્ષાએ યોજાયેલ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર–દૂધરેજ–વઢવાણ નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, જિલ્લા કલેક્ટર એ. કે. ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. એન. કે. ગવ્હાણે, જિલ્લા ખેતીવાડી અધિકારી એચ. ડી. વાદી સહિતના અધિકારી ઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.