ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીની પ્રેસ કોન્ફરન્સ પર ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. ગાંગુલીએ કહ્યું કે BCCI આ મામલાને યોગ્ય રીતે ડીલ કરશે અને તેને બોર્ડ પર છોડી દેવો જોઈએ. જે દિવસે સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત કરવામાં આવી હતી, તે દિવસે રોહિત શર્માને ODI ટીમનો કેપ્ટન પણ જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સતત કેપ્ટનશિપનો વિવાદ ચાલી રહ્યો છે. ગાંગુલીએ કહ્યું, ‘હું આ અંગે કોઈ ટિપ્પણી નહીં કરું, અમે આ મામલાને યોગ્ય રીતે ડીલ કરીશું,આ મામલાને બીસીસીઆઈ પર છોડી દઈશું.
ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલીએ જાહેરાત કરી હતી કે t-20 ક્રિકેટમાં કેપ્ટન નહી રહે પરતું વન-ડે કેપ્ટન પદ પર ચાલુ રહેશે ,ત્યારબાદ બીસીસીઆઇએ વિરાટ કોહલીને વન ડે કેપ્ટનમાંથી હટાવી દીધા હતા,અને માત્ર ટેસ્ટ કેપ્ટન તરીકે યથાવત રાખવામાં આવ્યા હતા.રોહિતને ટીમ ઈન્ડિયાનો નવો ODI કેપ્ટન જાહેર કરવામાં આવ્યો હતો. આ પછી સૌરવ ગાંગુલીએ પણ આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે પસંદગીકારો અને BCCIએ રોહિતને ODI કેપ્ટન બનાવવા અંગે વિરાટ કોહલી સાથે વાતચીત કરી હતી. આ સિવાય ગાંગુલીએ એમ પણ કહ્યું હતું કે વિરાટને ટી20ની કેપ્ટન્સી છોડવા માટે કહેવામાં આવ્યું હતું. ગાંગુલીએ કહ્યું કે રોહિતને ODI કેપ્ટન બનાવવાનું કારણ એ છે કે પસંદગીકારો સફેદ બોલની ક્રિકેટમાં બે અલગ-અલગ કેપ્ટનને કેપ્ટન બનાવવા માંગતા નથી.
વિરાટે પ્રેસ કોન્ફરન્સમાં ત્રણ મહત્વની વાત કહી, જેમાં પહેલી વાત એ હતી કે તેને ODI કેપ્ટનશિપ વિશે અગાઉથી જણાવવામાં આવ્યું ન હતું. તેણે કહ્યું કે મીટિંગના 1.5 કલાક પહેલા, તેને પસંદગીકારોનો ફોન આવ્યો હતો અને જ્યારે તેને આ વિશે જાણ કરવામાં આવી ત્યારે તેમણે જવાબ આપ્યો, “ઠીક છે.
