ગુજરાત સરકારની રાજ્યમાં શિક્ષણ વિભાગના માં ભારે બેદરકારી જોવા મળી રહી છે. એક બાજુ સરકાર ભણશે ગુજરાત, શાળા પ્રવેશઉત્સવ જેવા કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે. પરંતુ શાળાના મકાનો, બાળકોની શાળાકીય જરૂરિયાતો, યોગ્ય શિક્ષકો, આચાર્યો, અને શાળામાં જરૂરી સાધન સામગ્રી તરફ ભાગ્યે જ ધ્યાન જતું હોય છે.
વર્તમાન શિક્ષણ સામે અનેક ઉઠી રહેલા સવાલો વચ્ચે રાજ્યની 5,200 જેટલી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ માં કુલ 2 હજાર આચાર્યો જ નહીં હોવાની ચોંકાવનારી વાત સામે આવી છે. હાલ રોજગાર માટે પણ શિક્ષિત બેરોજગાર નોકરી માટે વલખા મારી રહ્યા છે ત્યારે આ ખાલી પડેલી જગ્યામાં નવી ભરતી થાય તે હેતુથી ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી છે.
ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્યની ભરતી સંબંધે કરાયેલ સુધારાને પગલે યોગ્ય આચાર્યોની ભરતી પહેલા એચ.મેટ પરીક્ષા પણ લેવાય છે. આ પરીક્ષા પણ ઓનલાઇન કે ઓફલાઇન લેવામાં આવે જેથી શાળા ખુલતા જ નવા પ્રિન્સિપાલની ભરતી થઇ શકે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી હોવાની વિગતો સાંપડી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
