Not Set/ #કોરોનાવાયરસ/ અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં ત્રણ શંકાસ્પદ કેસ

સિવિલમાં બે યુવકો દાખલ કરાયા કોરોના વાયરસના લક્ષણો ધરાવે છે બન્ને યુવકો   બંને યુવકો કડીના રહીશો હોવાનું નોંધાયું ચીન અને થાઈલેન્ડથી પરત ફર્યા હતા યુવાનો બંને યુવકોને OPD માં દાખલ કરાયા બન્ને યુવકોને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવશે સિવિલ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ કુલ ત્રણ કેસ કોરોના વાયરસના હાહાકાર વચ્ચે ગુજરાતમાં પણ કેટલાક સ્થળોએ કોરોનાના શંકાસ્પદ […]

Ahmedabad Gujarat
  • સિવિલમાં બે યુવકો દાખલ કરાયા
  • કોરોના વાયરસના લક્ષણો ધરાવે છે બન્ને યુવકો  
  • બંને યુવકો કડીના રહીશો હોવાનું નોંધાયું
  • ચીન અને થાઈલેન્ડથી પરત ફર્યા હતા યુવાનો
  • બંને યુવકોને OPD માં દાખલ કરાયા
  • બન્ને યુવકોને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવશે
  • સિવિલ હોસ્પિટલમાં કોરોનાના શંકાસ્પદ કુલ ત્રણ કેસ

કોરોના વાયરસના હાહાકાર વચ્ચે ગુજરાતમાં પણ કેટલાક સ્થળોએ કોરોનાના શંકાસ્પદ કેસ જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદ, જામનગર, સુરતમાં આજે કેટલાક શંકાસ્પદ કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાંથી ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે ચીન જી રહ્યા છે. પરંતુ કોરોના ના કહેરના કારણે આ વિદ્યાર્થીઓ પોતાના વતન પાછા ફર્યા છે, તેમનાથી કેટલાંક  વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણ દેખાઈ રહ્યા છે. અને તેમણે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.

ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યા બાદ  દુનિયાના અનેક દેશોમાં પણ પોતાની એન્ટ્રી મારી છે. ઉલ્લેખનીય છે કે, ચીનમાં કોરોના વાયરસના કારણે 562થી વધુ લોકોના મોત થઈ ચૂકયા છે. તો ભારત સહિત ગુજરાતમાં પણ કેટલાક શંકાસ્પદ કેસ નોંધાયા છે.

અમદાવાદમાં કોરોનાના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે. સિવિલ હોસ્પિટલમાં બંને યુવકોને દાખલ કરવામાં આવ્યા છે. કડીના બે યુવકો થાઈલેન્ડ પ્રવાસેથી પરત ફર્યા હતા. બંને યુવકોમાં અસર દેખાતા રિપોર્ટ કરવામાં આવશે. બંને યુવકોને OPD માં દાખલ કરાયા છે. બન્ને યુવકોને આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવશે.   સિવિલમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3 શંકાસ્પદ કેસ નોંધાયા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન