સુરત/ VNSGUના વિદ્યાર્થીઓએ હદ કરી, એકે ઉત્તરવહીમાં કામસૂત્રની વાર્તા તો બીજાએ મિત્રની પ્રેમ કહાની લખી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીએ બીકોમની પરીક્ષામાં 6 વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં અશોભનીય શબ્દો લખ્યા છે.

Gujarat Surat
વિદ્યાર્થીઓએ હદ
  • સુરત: VNSGUની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ હદ પાર કરી
  • 6 વિદ્યાર્થીઓએ પરીક્ષાની ઉત્તરવહીમાં ન લખવાનું લખ્યું
  • પરીક્ષામાં 1 વિદ્યાર્થીએ ઉત્તરવહીમાં અશ્લીલ વાર્તા લખી
  • બીજા વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીની પ્રેમ કહાની લખી

@અમિત રૂપાપરા 

Surat News: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બીએ બીકોમની પરીક્ષામાં 6 વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં અશોભનીય શબ્દો લખ્યા છે. જેમાં એક વિદ્યાર્થી દ્વારા કામસૂત્રની વાર્તા, તો બીજા વિદ્યાર્થી દ્વારા મિત્રની પ્રેમ કહાની અને અન્ય 4 વિદ્યાર્થીઓએ આચાર્યો અને પ્રોફેસર માટે ઉત્તરવહીમાં ગાળો લખી હતી. જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ તમામ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓને ઝીરો માર્ક્સ આપવામાં આવ્યા છે અને 500 રૂપિયાની પેનલ્ટી પણ કરવામાં આવી છે.

મહત્વની વાત છે કે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી અલગ અલગ પરીક્ષાઓમાં ઘણા વિદ્યાર્થીઓ ઉત્તરવહીમાં અભદ્ર ભાષા લખતા હોય તેવા કિસ્સા આવનાર સામે આવ્યા છે. આ જ કારણે વિદ્યાર્થીઓનું માનસિક સંતુલન ખોરવાયું હોય તેવી પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી યુનિવર્સિટીએ પરિપત્ર જાહેર કર્યો છે અને તેમાં જણાવ્યું છે કે કોઈપણ વિદ્યાર્થી અભદ્ર ભાષા હવેથી લખશે તો તેને 1,000નો દંડ થશે અને મનોચિકિત્સક પાસેથી માનસિક ફિટનેસનું સર્ટિફિકેટ પ્રિન્સિપાલને આપવાનો રહેશે અને આ સર્ટિફિકેટ પરીક્ષા વિભાગમાં જમા કરાવ્યા બાદ જ વિદ્યાર્થી આગામી પરીક્ષા માટે ફોર્મ ભરી શકશે.

જે મામલો સામે આવ્યો છે તેમાં બીએની પરીક્ષામાં એક વિદ્યાર્થીએ પ્રશ્નના ઉત્તરમાં કામસૂત્રની વાર્તા લખી છે અને જેમાં આ વિદ્યાર્થીએ વાર્તાનું વિસ્તૃતમાં વર્ણન કર્યું છે. જેથી વિદ્યાર્થીનું યુનિવર્સિટી દ્વારા હિયરિંગ કરવામાં આવ્યું હતું અને જે વિષયમાં વિદ્યાર્થીએ કામસૂત્રની વાર્તા લખી છે. તેમાં તેને 500નો દંડ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બીકોમના એક વિદ્યાર્થીએ પરીક્ષામાં પોતાના જ ક્લાસમાં ભણતા મિત્રના નામ અને રોલ નંબર સાથે મિત્ર અને તેની ગર્લફ્રેન્ડની પ્રેમ કહાની લખી હતી અને ત્યારબાદ વિદ્યાર્થીને હિયરિંગમાં બોલાવવામાં આવતા તેને યુનિવર્સિટી સમક્ષ લેખિતમાં માફી માગી હતી. જેથી આ વિદ્યાર્થીને પણ જે તે વિષયમાં શૂન્ય માર્કસ આપવામાં આવ્યા છે અને 500 રૂપિયાની પેનલ્ટી કરવામાં આવી છે.

આ ઉપરાંત અન્ય ચાર વિદ્યાર્થી કે જે બીકોમમાં અભ્યાસ કરે છે તેમને પ્રશ્નમાં ઉત્તરની જગ્યા પર પ્રોફેસરો અને પ્રિન્સિપાલના નામ સાથે ગાળો લખી હતી. જેમાં મહિલા પ્રોફેસરનો પણ સમાવેશ થતો હતો અને આ તમામ વિદ્યાર્થીઓને હિયરિંગ કરતા તેમને યુનિવર્સિટી સમક્ષ લેખિતમાં માફી માગી હતી અને જે તે વિષયમાં શૂન્ય માર્કસ આપી 500 રૂપિયાની પેનલ્ટી કરવામાં આવી હતી.

આ સમગ્ર મામલે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કે.એન. ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ વિદ્યાર્થીઓની મેન્ટલ હેલ્થ સારી ન હોવાનું જણાવતા મેડિકલ ફેકલ્ટીના પ્રોફેસરોની હાજરીમાં તેમનું હિયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તેઓ સ્વસ્થ જણાયા છે અને તેમને લેખિતમાં માફી પણ માગી છે. તેથી અમે આ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની એક તક આપી છે. આ ઉપરાંત આવા કેસમાં સજામાં સુધારો કરતા વિદ્યાર્થીઓએ પોતાની મેન્ટલ હેલ્થનું સર્ટિફિકેટ રજુ કર્યા બાદ તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે.



આ પણ વાંચો:ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર

આ પણ વાંચો:ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ ડિસેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણ સુવિધા સાથે ધમધમશે

આ પણ વાંચો:દાહોદ ખાતે છ નકલી કચેરી કૌભાંડનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો..

આ પણ વાંચો:મારી છોકરી જોડે કેમ વાત કરે છે…કહીને યુવતીના પિતાએ યુવકને છરીના ઘા ઝીકી ઉતાર્યો મોતને ઘાટ