Not Set/ #DelhiAssemblyElection2020/ દિલ્હીમાં AAP સંકટમાં માટે કેજરીવાલને યાદ આવ્યા સંકટમોચન : જાવડેકર

આમ આદમી પાર્ટી (આપ) ના કન્વીનર અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન એક મંચ ઉપર હનુમાન ચાલીસાના પાઠ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નાં દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેનાં પ્રભારી પ્રકાશ જાવડેકરે કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે ગુરુવારે ટિ્‌વટ કર્યું હતું કે, […]

Top Stories Gujarat Assembly Election 2022 India

આમ આદમી પાર્ટી (આપ) ના કન્વીનર અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન એક મંચ ઉપર હનુમાન ચાલીસાના પાઠ કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)નાં દિલ્હી વિધાનસભા ચૂંટણી માટેનાં પ્રભારી પ્રકાશ જાવડેકરે કેજરીવાલ પર નિશાન સાધ્યું છે.

કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે ગુરુવારે ટિ્‌વટ કર્યું હતું કે, દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સંકટમાં છે, તેથી અરવિંદ કેજરીવાલ હવે સંકટ મોચનને યાદ કરી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે,  ‘સંકટ મોચન’ એક મહાબલી હનુમાનજી ની આરાધના માટેનું એક સ્તોત્ર છે, એવું માનવામાં આવે છે કે તેનો પાઠ દરેક પ્રકારના સંકટથી મુક્તિ આપે છે. પ્રકાશ જાવડેકરે કબીરદાસના થોડાક શબ્દો પણ ટ્વીટ કર્યા હતા, ‘दु:ख में सुमिरन सब करें, सुख में करै न कोय। जो सुख में सुमिरन करे दु:ख काहे होय ।।’  કબીરનાં આ દોહાનો મતલબ છે કે, ‘દુ:ખમાં બધા પ્રભુનું ભજન કરે છે, પરંતુ સુખમાં પ્રભુ વિસરાય જાય છે, જો સુખમાં પ્રભુ યાદ રહે તો દુ:ખ આવે જ નહીં”  

આપને જણાવી દઇએ કે, દિલ્હી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર ગુરુવારે 6 ફેબ્રુઆરીએ સાંજે પાંચ વાગ્યે સમાપ્ત થઇ ગયો છે. દિલ્હી વિધાનસભાની તમામ 70 બેઠકો માટે 8 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. ચૂંટણી પ્રચારનાં પડઘમા શાંત થઇ જતા હવે બાકીનું કામ પાર્ટીઓ દ્વારા ટ્વીટનાં માધ્યમથી કરવામાં આવશે અને નેતાઓ દ્વારા ટ્વીટર પર રીતસરનું યુદ્ધ જોવામાં આવશે તેવું રાજકીય તજજ્ઞો દ્વારા માનવામાં આવી રહ્યું છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.