Not Set/ હવે થી કોરોના વાઇરસના ટેસ્ટ માટે સેમ્પલ પૂણે મોકલવાની જરૂર નહીં પડે

ચીનમાં કોરોના વાઇરસ ઝડપથી પ્રસરી રહ્યો છે. ત્યારે ભારતમાં પણ આ જીવલેણ વાઇરસને લઈને સતર્કતા દાખવવામાં આવી રહી છે. ભારતમાં અત્યારે કોરોના વાઇરસના ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી મોકલવામાં આવે છે. પણ હવે અમદાવાદના બી.જે.મેડિકલ કોલેજમાં જ આ સુવિધા ઉપલ્બ્ધ કરાવવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અમદાવાદ બી.જે મેડિકલ […]

Ahmedabad Gujarat

ચીનમાં કોરોના વાઇરસ ઝડપથી પ્રસરી રહ્યો છે. ત્યારે ભારતમાં પણ આ જીવલેણ વાઇરસને લઈને સતર્કતા દાખવવામાં આવી રહી છે. ભારતમાં અત્યારે કોરોના વાઇરસના ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ પૂણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી મોકલવામાં આવે છે.

પણ હવે અમદાવાદના બી.જે.મેડિકલ કોલેજમાં જ આ સુવિધા ઉપલ્બ્ધ કરાવવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અમદાવાદ બી.જે મેડિકલ કોલેજમાં કોરોના વાઇરસને લઈ ટેસ્ટીગ લેબ પણ ઉભી કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે ભારતના તમામ એરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓના સ્ક્રીનિંગ માટે શું વ્યવસ્થા કરી છે તેની સમીક્ષા કરવા માટે કેન્દ્રીય આરોગ્ય વિભાગની ટીમ ગુજરાત મોકલી છે.  ટીમના એક સભ્યે જણાવ્યું હતું કે, કોરોના વાઇરસનો ટેસ્ટ કરી શકાય તે માટે ટૂંક સમયમાં અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં બ્લડ સેમ્પલના ટેસ્ટિંગની સુવિધા ઉભી કરાશે. ટેસ્ટ માટે જરૂરી કીટ ઉપલ્બ્ધ કરવામાં આવશે. જેના કારણે હવે પછી કોરોના વાઇરસના ટેસ્ટ માટે બ્લડનું સેમ્પલ પૂણે મોકલવાની જરૂર નહીં પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.