Not Set/ સુરત/ ઉઘનામાં 4 માસના ગર્ભ પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

સુરતના ઉધનામાં 4 માસના ગર્ભ સાથે પરિણીતાએ દિવાળી સમયે જ ગળે ફાંસો ખાઈ ને જીવન ટુંકાવ્યું છે.  ઘટનાની જાણ થતા ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ઉધનાના હેગડેવાડમાં કવિતા અજય ગૌતમ(ઉ.વ.24) પતિ સાથે રહેતી હતી. તેનો પતિ અજય કડિયા કામ કરે છે. કવિતાના અજય સાથે 2015માં […]

Gujarat Surat

સુરતના ઉધનામાં 4 માસના ગર્ભ સાથે પરિણીતાએ દિવાળી સમયે જ ગળે ફાંસો ખાઈ ને જીવન ટુંકાવ્યું છે.  ઘટનાની જાણ થતા ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ઉધનાના હેગડેવાડમાં કવિતા અજય ગૌતમ(ઉ.વ.24) પતિ સાથે રહેતી હતી. તેનો પતિ અજય કડિયા કામ કરે છે.

કવિતાના અજય સાથે 2015માં લગ્ન થયા હતા. નવા વર્ષના દિવસે બપોરે  108ને કોલ મળ્યા બાદ ઘટના સ્થળેથી કવિતા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. જેથી પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી ઉધના પોલીસને અજયે જણાવ્યું હતું કે, કવિતાની  તમામ માંગ પુરી કરતો હતો તેમ છતાં કવિતાએ આપઘાત કેમ કર્યોએ સમજાતું નથી. પોલીસે ગુન્હો નોંધી વધુ તપ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.