સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગરની મહિલા ASI મહિલા પોલીસે પાટણના PSI આશિષકુમાર ડામોર સામે દુષ્કર્મની ફરીયાદ નોંધાતા પોલીસ બેડામાં ચકચાર મચી છે.
સુરેન્દ્રનગર શહેરમાં ASI તરીકે ફરજ બજાવતી યુવતીએ પાટણના PSI આશિષકુમાર સામે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદની ઘટનાની ચર્ચાએ પોલીસ બેડામાં ભારે જોર પકડ્યું છે.
આ મહિલા એએસઆઈએ પીએસઆઈ ડામોર ઉપર એવા પ્રકારનો આરોપ લગાવ્યો છે કે, આશિષ કુમારે પોતે અપરણિત હોવાનું કહી લગ્નની લાલચ આપી સુરેન્દ્રનગરના ગેસ્ટ હાઉસમાં લઇ ગયા હતા. જ્યાં તેમણે તેની મરજી વિરૂદ્ધ જઈને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ.
આ ઘટના અંગે મહિલા પોલીસની એએસઆઈએ સુરેન્દ્રનગર શહેરના બી-ડીવીઝન પોલીસ મથકમાં પીએસઆઈ આશિષ કુમાર ડામોર સામે ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ સામે પોલીસ કર્મચારી એવી મહિલા એએસઆઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
