Surat News: સુરતમાં ભાડૂઆત યુવતીને ઢોર માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીને મકાન માલિક અને બીજા બેથી ત્રણ લોકો દ્વારા ક્રૂરતાપૂર્વક મારવામાં આવી છે. ભોગ બનેલી યુવતી મુંબઈની છે અને તે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હોવાથી ઘણા સમયથી સુરત રહે છે. ભાડાંને લઈને થયેલા વિવાદમાં યુવતીને મકાન માલિક સહિત બેથી ત્રણ જણાએ માર માર્યો હતો. એક જણે તેના વાળ પકડી રાખ્યા હતા બીજા બેએ બેરહમીપૂર્વક તેને આડેધડ ગડદાપાટુનો માર માર્યો હતો. તેના લીધે તેને ઇજા પણ થઈ હતી.
મકાન માલિકના મારનો ભોગ બનેલી યુવતીનો આરોપ છે કે તેને મકાન માલિકે મકાન ખાલી કરવાનું કહીને માર માર્યો હતો. આ ઉપરાંત મકાન માલિકે તેને સરેઆમ જાહેરમાં કપડા ઉતારી વિડીયો બનાવી સાથે ચપ્પુ બતાવી મારી નાખવાની ધમકી પણ આપી છે. આ ઘટનામાં યુવતીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે મકાન માલિક સહિત બીજા બેની સામે ગુનો નોંધ્યો છે.
આ ઘટનામાં ચોંકાવનારી વાત એ બહાર આવી છે કે મૂળે તો ત્રણ યુવતી રહેતી હતી, પણ ભાડાંની તકરારમાં મકાન માલિક સહિત ત્રણથી ચાર શખ્સો ઘૂસી આવ્યા હતા. તેઓએ ત્રણેય યુવતીને ભાડાંના વિવાદને લઈને મારવાનું શરૂ કર્યુ હતુ. અહીં તે જાણવામાં આવ્યું હતું કે યુવતીઓ એમ જ માનતી હતી કે તેમનો મેનેજર ભાડું ચૂકવે છે, પરંતુ વાસ્તવમાં તેમ ન થતાં મકાન માલિકે તેમના પર ગુસ્સો ઉતાર્યો હતો. તેમા બે યુવતી ભાગી જવામાં સફળ રહી હતી, જ્યારે એક યુવતી હાથમાં આવી જતા તેને બરોબરનો માર પડતા તેને ઇજા થઈ હતી.
આ પણ વાંચો: Gujarat Rain Live 8 July: રાજ્યમાં ક્યાં જીલ્લામાં કેટલો છે વરસાદ
આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા
