અકસ્માત/ મહેસાણામાં ટ્રક ચાલકે અડફેટમાં લેતા GRD જવાનનું મોત

મોડીરાત્રે વાહન ચેકીંગ દરમિયાન એક બેફામ ટ્રક ચાલકે ફરજ બજાવતા GRD જવાનને ટક્કર મારી મોત નિપજાવી ફરાર થયો હતો. સમગ્ર ઘટના મામલે ટ્રક ડ્રાઇવરને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Gujarat

રાજયમાં વાહન ચાલકો બેફિકરાઇ અને પુર ઝડપે વાહન હંકારે છે જેના લીધે ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે, ઉત્તર ગુજરાતનામહેસાણામા આવેલ સુવિધા સર્કલ નજીક ગત મોડીરાત્રે વાહન ચેકીંગ દરમિયાન એક બેફામ ટ્રક ચાલકે ફરજ બજાવતા GRD જવાનને ટક્કર મારી મોત નિપજાવી ફરાર થયો હતો. સમગ્ર ઘટના મામલે ટ્રક ડ્રાઇવરને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

મહેસાણામાં તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા GRD જવાન સોલંકી બાબુભાઇ અને ચૌધરી પરેશભાઈ ગતરાત્રે સુવિધા સર્કલ પાસે વાહન ચેકીંગમાં હતા એ દરમિયાન રાત્રે 1 વાગ્યાના અરસામાં પાલાવાસણા તરફથી RJ 14 GJ 6961 નંબરનો ટર્બો ટ્રકના ડ્રાઈવરે પોતાની ટ્રક બેફામ રીતે હંકારી ફરજ પર રહેલા GRD જવાન સોલંકી બાબુભાઇને અડફેટે લઇ ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.

અકસ્માતમાં મૃતકનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે હાલમાં મહેસાણા તાલુકા પોલીસ મથકમાં અકસ્માત સર્જી ફરાર થયેલા ટ્રક ડ્રાઇવર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ હાલમાં સીસીટીવીના મદદથી ટ્રકને ઝડપવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.