Not Set/ IND vs SA T20 : ભારત-દ.આફ્રિકા ટી-20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાએ કર્યુ એલાન, ધોની આઉટ, પંત ઈન

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી ટી-20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકા ટી-20 સીરીઝથી તેના ભારત પ્રવાસની શરૂઆત કરશે. આ ટી-20 સીરીઝમાં ત્રણ મેચ રમવામાં આવશે, જેની પહેલી મેચ 15 સપ્ટેમ્બરનાં રોજ ધર્મશાળાનાં એચપીસીએ સ્ટેડિયમ ખાતે યોજાવાની છે. એમએસકે પ્રસાદની અધ્યક્ષતાવાળી બીસીસીઆઈ રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ​​વિરાટ કોહલીની આગેવાની હેઠળની 15-સભ્યોની […]

Top Stories Sports

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી ટી-20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. દક્ષિણ આફ્રિકા ટી-20 સીરીઝથી તેના ભારત પ્રવાસની શરૂઆત કરશે. આ ટી-20 સીરીઝમાં ત્રણ મેચ રમવામાં આવશે, જેની પહેલી મેચ 15 સપ્ટેમ્બરનાં રોજ ધર્મશાળાનાં એચપીસીએ સ્ટેડિયમ ખાતે યોજાવાની છે. એમએસકે પ્રસાદની અધ્યક્ષતાવાળી બીસીસીઆઈ રાષ્ટ્રીય પસંદગી સમિતિએ ​​વિરાટ કોહલીની આગેવાની હેઠળની 15-સભ્યોની ટી -20 ટીમની ઘોષણા કરી છે. સૌથી મહત્વની વાત એ રહી કે આ ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીનું નામ નથી.

ભારતીય ટી-20 ટીમમાં મહેન્દ્રસિંહ ધોનીનું નામ શામેલ નથી, જેણે થોડા સમય માટે ક્રિકેટથી દૂર રહેવાનું નક્કી કર્યું છે. ભુવનેશ્વર કુમારને ટીમમાં સ્થાન મળ્યું નથી, જ્યારે શ્રેયસ અય્યર ભારતીય ટી-20 ટીમમાં ભાગ લેશે. આ સિવાય હાર્દિક પંડ્યા ફરી એકવાર મેદાનમાં જોવા મળશે. ટી-20 સીરીઝ બાદ ભારત અને દક્ષિણ આફ્રિકા પણ 2 ઓક્ટોબરથી ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમશે.

ટી-20 સીરીઝમાં આ ખેલીડીઓ રમશે

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુનાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ખલીલ અહેમદ, દીપક ચહર અને નવદીપ સૈની.

ભારત-દ.આફ્રિકા ટી-20 સીરીઝનો કાર્યક્રમ

Image result for team india players for south africa t20 series

પ્રથમ ટી-20 – 15 સપ્ટેમ્બર – ધર્મશાળા

બીજી ટી-20  – 18 સપ્ટેમ્બર – મોહાલી

ત્રીજી ટી 20  – 22 સપ્ટેમ્બર – બેંગલુરુ

ભારત-દ.આફ્રિકા ટેસ્ટ સીરીઝનો કાર્યક્રમ

પ્રથમ ટેસ્ટ – 2 થી 6 ઓક્ટોબર – વિશાખાપટ્ટનમ

બીજી ટેસ્ટ  – 10 થી 14 ઓક્ટોબર – મુંબઇ

ત્રીજી ટેસ્ટ  – 19 થી 23 ઓક્ટોબર – રાંચી

આપને જણાવી દઇએ કે, દક્ષિણ આફ્રિકા સામે રમાવવાની ટી-20 સીરીઝ માટે મહેન્દ્ર સિંહ ધોનીનાં નામને બાકાત રાખતા સૌ કોઇ ચોંકી ગયા છે. મળતી માહિતી અનુસાર સિલેક્ટર તે માનીને ચાલી રહ્યા છે કે ધોની પોતે જ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની ઘોષણા કરે. જો કે પૂરી રીતે તે કહેવુ યોગ્ય નથી પરંતુ જે રીતે તેને બહારનો રસ્તો બતાવવામાં આવી રહ્યો છે તેને જોતા આવતા સમયમાં એમ.એસ.ધોની તરફથી સંન્યાસની વાત સામે આવે તો નવાઇ નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.