Chamoli/ ઉત્તરાખંડમાં હજુ પણ 13 ગામો સંપર્ક વિહોણા, 35 લોકો ટનલમાં ફસાયેલા : ગૃહમંત્રી અમીત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સંસદમાં ઉત્તરાખંડમાં સર્જાયેલી મહાભયાનક કુદરતી હોનારત અંગે કેટલીક મહત્વની માહિતી આપી હતી અને એમણે કહ્યું હતું કે, ઉત્તરાખંડમાં આ કુદરતી આપત્તી બાદ

Top Stories
amit shah 12 ઉત્તરાખંડમાં હજુ પણ 13 ગામો સંપર્ક વિહોણા, 35 લોકો ટનલમાં ફસાયેલા : ગૃહમંત્રી અમીત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સંસદમાં ઉત્તરાખંડમાં સર્જાયેલી મહાભયાનક કુદરતી હોનારત અંગે કેટલીક મહત્વની માહિતી આપી હતી અને એમણે કહ્યું હતું કે, ઉત્તરાખંડમાં આ કુદરતી આપત્તી બાદ 13 જેટલા ગામડાઓ સાથેનો સંપર્ક છૂટી ગયો છે અને તે હજુ સુધી સંપર્ક થઈ શક્યો નથી.35 લોકો જે ટનલમાં ફસાયેલા છે તેમને સલામત રીતે બહાર કાઢવા માટે જવાનો સંઘર્ષ કરી રહ્યા છે અને નેવી પણ કામે લાગેલી છે. એરફોર્સના 5 હેલિકોપ્ટર પણ આ કામમાં લાગેલા છે. રવિવારે આ કુદરતી આપત્તી સર્જાયા બાદ તુરંત જ કેન્દ્ર સરકાર હરકતમાં આવી ગઈ હતી અને રાજ્ય સરકાર સાથે સંપર્ક સતત જાળવી રાખવામાં આવ્યો હતો અને જરી સૂચનાઓ અને માર્ગદર્શન તેમજ સતત મદદ પહોંચાડવામાં આવી હતી.

Image result for images of chamoli

 

Education / રાજસ્થાનના લાખો વાલીઓ માટે માઠા સમાચાર, સ્કૂલોને 100 ટકા ફી વસૂલવા સુપ્રીમની ગ્રીન સિગ્નલ

આ અંગે રાજ્ય સભાના સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે ગૃહ મંત્રીએ આજે રાજ્યસભામાં માહિતી આપી હતી અને કહ્યું હતું કે, ગ્લેશિયર તૂટવાથી ભારે જંગી નુકસાની થઈ છે. ઘણા બધા લોકો લાપત્તા છે અને તેમને શોધવામાં આવી રહ્યા છે. એનટીપીસીના 12 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે.ગૃહમંત્રીએ કહ્યું હતું કે, બીજી ટનલમાં 35 જેટલા લોકો ફસાયેલા છે અને તેમને બચાવવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે અને સાથોસાથ 13 જેટલા ગામડાઓ સાથે સંપર્ક ફરી સ્થાપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Image result for images of chamoli

Chamoli / ઉત્તરાખંડમાં દિવસ રાત એક કરીને બચાવ કામગીરીમાં વ્યસ્ત જવાનો, તેઓની હિંમત અને બહાદુરીને સો સો સલામ

ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે ચમોલીમાં આવેલી કુદરતી હોનારતમાં નુકસાનીનો આંકડો બહં જ મોટો રહ્યો છે, સામાન્ય રીતે ભયંકર નુકસાની થતી હોય છે પરંતુ રાજ્ય અને કેન્દ્ર સરકારના તંત્ર દ્વારા પરિસ્થિતિ પર 24 કલાક નજર રાખવામાં આવી રહી છે અને જ્યાં જે પગલાંની જર પડે તે લેવામાં આવી રહ્યા છે.કેન્દ્ર અને રાજ્યના તંત્રવાહકો 24 કલાક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. રાહત બચાવ કાર્ય સંપૂર્ણ રીતે ઝડપથી ચાલી રહ્યું છે. એરફોર્સના પાંચ હેલિકોપ્ટર પણ બચાવ કામગીરીમાં લાગેલા છે. વીજળી પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે.

Image result for images of chamoli

જામનગર / ‘આપ’ ના સાવરણાની સળીઓ ખરી, મનપા ચૂંટણીમાં AAPપાર્ટીને મોટો ફટકો, 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…