આમંત્રણ/ અબુધાબીના સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન માટે PM MODIને આમંત્રણ અપાયું

સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન માટે BAPS મંદિર દ્વારા સૌથી પહેલું આમંત્રણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું છે.

Top Stories India
5 4 4 અબુધાબીના સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન માટે PM MODIને આમંત્રણ અપાયું

અબુ ધાબીમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ કરવામાંં આવ્યું  છે,એવામાં સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન માટે BAPS મંદિર દ્વારા સૌથી પહેલું આમંત્રણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું છે.અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિર વતી, પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસ અને સ્વામી બ્રહ્મવિહારીદાસે મંદિરના આગેવાનો સાથે માનનીય પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીને 14 ફેબ્રુઆરી 2024 ના રોજ યોજાનાર ઉદ્ઘાટન સમારોહ માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ આ આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો હતો અને આ ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત મંદિર માટે ઉત્સાહપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું હતું.

 

6 19 અબુધાબીના સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન માટે PM MODIને આમંત્રણ અપાયું

ઉલ્લેખનીય છે કે અબુ ધાબીમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ કરાયું છે. UAE કેપિટલમાં આઇકોનિક BAPS હિંદુ મંદિરનું બાંધકામ ડિસેમ્બર 2019 માં શરૂ થયું હતું અને હવે પૂર્ણતાને આરે છે અને આગામી ફેબ્રુઆરી, 2024માં તેનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવશે. PM મોદીએ ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત મંદિર માટે તેમનો ઉત્સાહી સમર્થન વ્યક્ત કરીને આમંત્રણ સ્વીકાર્યું. પૂજ્ય સ્વામી ઈશ્વરચરણદાસે પરંપરાગત રીતે હાર પહેરાવીને અને કેસરી શાલ ઓઢાડીને પીએમ મોદીનું સન્માન કર્યું.

આ પણ વાંચો:જામનગરમાં ૩૧ ડિસેમ્બરની પહેલા ઝડપાયો ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો

આ પણ વાંચો:પતિ પત્ની વચ્ચેના ઝઘડા ઉકેલવામાં વ્યસ્ત ગુજરાતની હેલ્પલાઈન, મોબાઈલ ફોન બની રહ્યું છે કારણ