Not Set/ વાવ ના લાલપુરા ગામમાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણી ના ફાંફા,10 દિવસથી આખું ગામ તરસ્યું

ઉનાળાની શરૂઆત થતાં જ જ્યાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થતાં જ ગરમીનો પારો ઊંચકાતા માણસો,પશુ પંખીઓ સહિત સમગ્ર સૃષ્ટિ તોબાતોબા પોકારી રહી છે,ત્યાં ઉનાળાની શરૂઆતથી જ બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં પીવાના પાણીની બુમરાડ ઉઠવા પામી છે,કેનાલોમાં પાણી બંધ થતાં એકબાજુ ખેતરોમાં વાવેતર કરેલ ઘાસચારો સુકાઈ રહ્યો છે,તો બીજી બાજુ ખેતરોમાં ઘર બનાવી સ્થાયી વસવાટ કરતા ખેડૂતોની […]

Gujarat Others
WhatsApp Image 2019 03 31 at 3.44.47 PM 1 વાવ ના લાલપુરા ગામમાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણી ના ફાંફા,10 દિવસથી આખું ગામ તરસ્યું
ઉનાળાની શરૂઆત થતાં જ જ્યાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થતાં જ ગરમીનો પારો ઊંચકાતા માણસો,પશુ પંખીઓ સહિત સમગ્ર સૃષ્ટિ તોબાતોબા પોકારી રહી છે,ત્યાં ઉનાળાની શરૂઆતથી જ બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં પીવાના પાણીની બુમરાડ ઉઠવા પામી છે,કેનાલોમાં પાણી બંધ થતાં એકબાજુ ખેતરોમાં વાવેતર કરેલ ઘાસચારો સુકાઈ રહ્યો છે,તો બીજી બાજુ ખેતરોમાં ઘર બનાવી સ્થાયી વસવાટ કરતા ખેડૂતોની હાલત દયનિય બની ગઈ છે.WhatsApp Image 2019 03 31 at 3.44.48 PM વાવ ના લાલપુરા ગામમાં ઉનાળાના પ્રારંભે જ પીવાના પાણી ના ફાંફા,10 દિવસથી આખું ગામ તરસ્યું
ત્યાં વાવ તાલુકાના લાલપુરા ગામમાં છેલ્લા 10 દિવસથી પીવાનું પાણી આવતું ન હોઈ ગ્રામજનો હેરાન પરેશાન થઈ ગયા છે,ખાસ કરીને ગૃહિણીઓ ની હાલત કફોડી બની ગઈ છે, ગત વર્ષે વરસાદ નહિવત થતાં ગામ તળાવોમાં ખાલીખમ છે, ગ્રામજનોને પીવાના પાણી માટે દુરસુદુર રઝળપાટ કરવો પડી રહ્યો છે,બબ્બે કી.મી.દૂર કુવા કે બોરવેલ પરથી માથે બેડાં ઉપાડી પાણી ભરવા જવું પડતું હોઈ ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
સ્થાનિક પાણી પુરવઠા તંત્ર સાવ કુંભકર્ણી ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે,ત્યારે પાણીની પરાયણથી ત્રસ્ત લાલપુરા ના ગ્રામજનો દ્વારા નિયમિત અને પૂરતું પાણી નહિ અપાય તો લોકસભાની ચૂંટણી ના બહિષ્કાર ની ચીમકી આપતાં સરહદી પંથકમાં હડકમ્પ મચી ગયો છે,લોકોની પ્રાથમિક જરૂરિયાત પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી,રાજ્ય સરકારમાં પાણી પુરવઠા મંત્રી તરીકેનો ચાર્જ છેલ્લી બે ટર્મથી સાંભળતા અને હાલ લોકસભાના ઉમેદવાર પરબતભાઇ પટેલ ને સરહદી વિસ્તારની પીવાની પાણીની સમસ્યા માથાનો દુખાવો બને તો નવાઈ નહિ